સરકારની આ યોજનાથી જીતી શકશો 1 કરોડનું ઈનામ, જાણો કેવી રીતે….

યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાં આવશે
સરકાર “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે ૧ સપ્ટેમ્બર, ૨૦૨૩થી લઇને ૧ વર્ષ માટે લાગુ કરવામાં આવી રહી છે. યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાં આવશે.

આ યોજના હેઠળ ઉપરોક્ત જણાવેલ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સંયુકત રીતે માસિક અને ત્રિમાસિક ડ્રો કરી નીચેની વિગતે માતબર રકમના પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જે અન્વયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કુલ રૂ. ૩૦ કરોડની રકમ ફાળવવામાં આવેલ છે.

આ યોજના હેઠળ જીએસટી અંતર્ગત વેરાપાત્ર માલ/સેવાની રૂ. ૨૦૦/- કે તેથી વધુ રકમની ખરીદીના બિલો માન્ય ગણાશે. બિલની મહતમ રકમ નક્કી કરવામાં આવેલ નથી. આ યોજનામાં ભાગ લેનાર વ્યક્તિ દ્વારા વધુમાં વધુ એક મહિનામાં ૨૫ બિલ અપલોડ કરી શકાશે. તા. ૦૧/૦૯/૨૦૨૩ અને ત્યાર પછીના બિલોને જ માન્યતા આપવામાં આવશે તથા માસિક ડ્રો માટે જે તે માસના બિલોને તે પછીના માસની ૫ તારીખ સુધી અપલોડ કરી શકાશે. “મેરા બિલ મેરા અધિકાર” નામની એપ્લીકેશન તથા ઓનલાઈન વેબ પોર્ટલ https://uat.merabill, gst.gov.in મારફતે આ યોજનામાં ભાગ લઇ શકાશે.

આ યોજના 1 સપ્ટેમ્બર, 2023 થી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી રહી છે. દર ત્રિમાસિક ગાળામાં 1-1 કરોડના બે બમ્પર ઇનામ આપવામાં આવશે. તે જ સમયે, 10-10 હજારથી લઈને 10-10 લાખ રૂપિયા સુધીના ઘણા વધુ ઈનામો પણ ભાગ લેનારાઓને આપવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *