વનડે વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ જાહેર કરી દીધી છે. ભારતીય ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયામાં કેટલાંક યુવા ખેલાડીઓને પણ તક મળી છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહની ટીમમાં પહેલાથી જ જગ્યા પાક્કી હતી. આ સાથે શુભમન ગિલ અને કુલદીપ યાદવને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
🚨 NEWS 🚨
India’s squad for #CWC23 announced 🔽#TeamIndia
— BCCI (@BCCI) September 5, 2023
વર્લ્ડ કપ 2023 માટે 15 ખેલાડીઓની ટીમનું એલાન કરવા બાદ ચીફ સેલેક્ટર અજીત અગરકરે કેએક રાહુલના ફિટનેસ અંગે પણ અપડેટ આપ્યું હતું. અગરકરે કહ્યું કે રાહુલે નેશનલ ક્રિકેટ એકાદમીમાં પોતાની ફિટનેસ પર કામ કર્યું છે અને હવે તે વર્લ્ડ કપ માટે સંપૂર્ણ રીતે ફીટ છે.
વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (C)
શુભમન ગિલ
વિરાટ કોહલી
શ્રેયસ અય્યર
સુર્યકુમાર યાદવ
કેએલ રાહુલ (wk)
ઈશાન કિશન (wk)
હાર્દિક પંડ્યા (VC)
રવિન્દ્ર જાડેજા
કુલદીપ યાદવ
અક્ષર પટેલ
મોહમ્મદ સિરાજ
મોહમ્મદ શમી
જસપ્રીત બુમરાહ
શાર્દુલ ઠાકુર