મુંબઇ : ઇશાન ખટ્ટર હાલ મલેશિયન મોડેલ ચાંદની બૈન્સ સાથે ડેટિંગ કરી રહ્યો છે. બન્ને જણા પોતાના સંબંધો પ્રત્યે ગંભીર છે. તેમજ ઇશાન પોતાના ખાસ મિત્ર વર્તુળમાં ચાંદનીને ઇન્ટ્રોડયુસ પણ કરી રહ્યો છે.
21 વર્ષીય ચાંદની ભારતમાં કોરોના મહામારી દરમિયાન જ સ્થાયી થઇગઇ છે. તેમજ તેને હિંદી ફિલ્મોમાં પણ કામ કરવાની ઇચ્છા છે. 27 વર્ષીય ઇશાન અને ચાંદની આ વરસની શરૂઆતથી ડેટ કરી રહ્યા છે.
ચાંદનીનો જન્મ કોલ્લાલમપુરમાં થયો છે. તે સિંગાપોર ટીવી ડ્રામા માય મધર્સ સ્ટોરીનો હિસ્સો હતી. તેમજ તેણે મલેશિયન ટીવી સીરીઝ ગૈબમાં પણ કામ કર્યું હાલ ભારતમાં તે મોડલ તરીકે કામ કરી રહી છે. તેણે ઘણી એજન્સીઓ સાથે સાઇન કર્યું છે.