ઈન્ડોનેશિયા જશે PM મોદી, આસિયાન-ભારત સમિટમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મીને ગુરુવારે ઈન્ડોનેશિયા જવા માટે રવાના થશે. PM મોદી આસિયાન-ભારત શિખર સંમેલન અને 18માં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયાના જકાર્તા જશે.

વડાપ્રધાન મોદીના પ્રવાસ અંગે વિદેશ મંત્રાલય સચિવે માહિતી આપી છે. મંત્રાલયએ જણાવ્યું કે, દિલ્હીમાં જી20 સંમેલન યોજાવાનું છે, જેના કારણે વડાપ્રધાન ઈન્ડોનેશિયાના ટુંકા પ્રવાસે જશે. વાસ્તવમાં ભારતની આગેવાની હેઠળ દિલ્હીમાં જી-20 સમિટ યોજાવાની છે. આ સમિટ 9મી સપ્ટેમ્બરને શનિવારે અને 10મીને રવિવારે એમ 2 દિવસ યોજાવાની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ઈન્ડોનેશિયાનો બીજી વખત પ્રવાસ કરશે. અગાઉ તેમણે નવેમ્બર-2022માં બાલીમાં જી20 શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનિય છે કે, ભાજપની યજમાની હેઠળ દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે જી20 શિખર સંમેલન યોજાવનું છે, તેના એક દિવસ પહેલા તેઓ ઈન્ડોનેશિયા પ્રવાસે જશે.