જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સાથે બે અથડામણમાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા અધિકારીઓમાં સેનાના કર્નલ, એક મેજર અને પોલીસ ડીએસપીનો સમાવેશ થાય છે.
બુધવારના રોજ અનંતનાગમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો જ્યારે તેઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા, જેમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક, ડીએસપી હુમાયુ ભટ અને બે જવાન શહીદ થયા હતા. અહી હજુ પણ ફાયરિંગ ચાલુ છે.
સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, સામ-સામે ફાયરિંગમાં શહીદ થયેલા આર્મી-ડોગનું નામ ડોગ કેન્ટ હતું. આ ડોગે આતંકવાદીઓ સાથેના ફાયરિંગ દરમિયાન તેના હેન્ડલરને બચાવ્યો અને એ પોતે શહીદ થયું હતું.
પીટીઆઈના રિપોર્ટ અનુસાર, સુરક્ષા દળોને આ વિસ્તાકમાં 3થી 4 આતંકાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી
ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર કર્યો ત્યારબાદ તેમનું એન્કાઉન્ટર શરુ થયું. આ વર્ષે અત્યાર સુધીમાં સુરક્ષાદળોએ રાજૌરી-પૂંચ જિલ્લામાં 26 આતંકવાદીને ઠાર કર્યા છે. 10 સુરક્ષાકર્મી પણ શહીદ થયા છે.