દક્ષિણ કોરિયાના મૂન ઓર્બિટરે મોકલી ચંદ્રયાન-3ની લેટેસ્ટ તસવીરો

ભારતના મૂન મિશન ચંદ્રયાન-3 એ દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક કામગીરી કરી છે. હાલ ચંદ્રયાન – 3નું વિક્રમ લેન્ડર અને રોવર ચંદ્ર પર સ્લીપ મોડમાં આરામ કરી રહ્યું છે. ત્યાં હાલમાં ભારે ઠંડી જોવા મળી રહી છે પણ હવે કેટલીક નવી તસવીરોએ ચંદ્રયાન-3 મિશનની ચર્ચા જગાવી છે.
દક્ષિણ કોરિયાના મૂન ઓર્બિટર દનૂરીએ વિક્રમ લેન્ડરની તસવીરો ક્લિક કરીને ભારતની ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરની હયાતીને મ્હોર મારી દીધી છે. જાહેર કરાયેલી આ તસવીરોમાં શિવશક્તિ પોઈન્ટ દેખાય છે. એટલે કે એ જગ્યા જ્યાં વિક્રમ લેન્ડર લેન્ડ થયું હતું. કોરિયા એરોસ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યું કે આ તસવીર 27 ઓગસ્ટે લેવાઈ હતી જેથી અમે પણ ચંદ્રયાન-3ની ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર થનાર સફળ લેન્ડિંગની ખુશી મનાવી શકીએ.
તમને જણાવી દઈએ કે દુનિયામાં પહેલીવાર એવું થયું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કોઈ યાન સુરક્ષિત લેન્ડ થયું છે. જોકે રશિયાનું લુના-25 આ મિશનમાં ફેઈલ ગયું હતું.