આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં બે સિસ્ટમ એક્ટિવ થવાને કારણે આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  આગામી ત્રણ દિવસ એટલે કે 16-17-18 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 16 તારીખે વલસાડ, દમણ, દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી અને દમણ, દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, તાપી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.