અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ કારે ટક્કર મારતા ભારતીય વિદ્યાર્થિની જાહાન્વી કમડુલાનું મૃત્યુ થયું હતું. આ પછી અકસ્માતની તપાસ કરવા આવેલા પોલીસ અધિકારીએ તેના મોતાની મજાક ઉડાવી હતી.
એક ન્યૂઝ સંસ્થાનના અહેવાલ અનુસાર, ઘટનાની તપાસ કરવા આવેલા પોલીસ અધિકારીની કારનો એક વિડિયો અને ઓડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ભારતીય વિદ્યાર્થિનીના જીવનની લિમિટેડ વેલ્યૂ હતી. તેને 11 હજાર આપી દઈશું એટલે કામ પતી જશે.
જ્યારે પોલીસ અધિકારી વિદ્યાર્થિનીના મોતની મજાક ઉડાવી રહ્યા હતા ત્યારે બોડીકેમમાં કેમેરા ચાલુ હતો, જેના કારણે તમામ વાતો રેકોર્ડ થઈ ગઈ હતી. પોતાની કારમાં બેસીને તેઓ કહી રહ્યા હતા કે અકસ્માત બાદ યુવતી 40 ફૂટ સુધી ઉછળી નહોતી પરંતુ તે મૃત્યુ પામી હતી.
આ પછી પોલીસકર્મી જોરજોરથી હસે છે, પછી તેઓ કહે છે કે 11,000 ડોલરનો એક ચેક લખી આપો, કામ થઈ જશે. ત્યારે પોલીસ અધિકારી હસીને કહે છે કે તે માત્ર 26 વર્ષની હતી. તેની લિમિટેડ વેલ્યૂ હતી.
આ પછી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર તેમણે વિદ્યાર્થિનીને CPR પણ આપ્યું હતું. આંધ્રપ્રદેશની રહેવાસી જાહન્વી કમડુલા આ વર્ષે ડિસેમ્બરમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરવાની હતી.
જાહન્વીના મોતની મજાક ઉડાવનાર પોલીસ અધિકારીનું નામ ડેનિયલ ઓડેરેર હોવાનું કહેવાય છે.