અમેરિકન રાષ્ટ્રપતિના પુત્ર હંટર બાયડેન ફેડરલ ફાયર આર્મ્સ હેઠળ દોષી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેનની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ મુશ્કેલી અમેરિકાની વૈશ્વિક સ્થિતિને લઈને નથી પરંતુ જો બાઈડેનના ઘરમાં જ આગ લાગી છે. જો બાઈડેનના પુત્ર હંટર બાઈડેનને ફેડરલ ફાયર આર્મ્સના આરોપ હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા છે. હંટર વિરુદ્ધ લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી. આ પહેલા અમેરિકી સંસદના સ્પીકર કેવિન મેકકાર્થીએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની તપાસની પણ ઘોષણા કરી હતી.

ડેલાવેર ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા અભિયોગ અનુસાર હંટર સામે 2018માં બંદૂક ખરીદતી વખતે ડ્રગ્સના ઉપયોગ વિશે ખોટું બોલવાનો આરોપ છે. આ સમય દરમિયાન તેણે ક્રેક કોકેઈનનો વ્યસની હોવાનું સ્વીકાર્યું હતું. હંટર પર ડ્રગ્સ યુઝર તરીકે ગેરકાયદેસર રીતે બંદૂક ખરીદવાનો આરોપ છે.

અભિયોગ અનુસાર હંટર બંદૂક ખરીદતી વખતે દરેક વખતે જુઠ્ઠું બોલ્યાં, ડેલાવેરની એક બંદૂકની દુકાને 2018માં હંટર કોલ્ટ કોબરા સ્પેશિયલ બંદૂક ખરીદતી વખતે પણ જૂઠું બોલ્યા હતા. તેમની સામે બળજબરીપૂર્વક એક બોક્સની ચેકિંગ કરવાનો પણ આરોપ છે.
રાષ્ટ્રપતિ બાયડેનના પુત્ર હંટર પણ બિઝનેસ ડીલના કારણે તપાસના દાયરામાં સપડાઈ શકે છે.

વિશેષ વકીલે સંકેત આપ્યા હતા કે કેલિફોર્નિયા કે વોશિંગ્ટનમાં સમયસર ચૂકવણી ન કરવાના આરોપમાં કેસ દાખલ થઈ શકે છે. ખરેખર હંટર સામે આરોપ છે કે તેમણે વિદેશમાં વેપારના વિસ્તરણ માટે બાયડેન બ્રાન્ડનો ઉપયોગ કર્યો છે અને અયોગ્ય લાભ મેળવ્યો છે. હંટર સામે ગુંડાગર્દી કરવાનો પણ આરોપ છે.