વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 73મા જન્મદિવસની શુભકામના : CM નર્મદા નીરના વધામણાં કરશે

આજે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને લગભગ 10 વર્ષથી વડાપ્રધાન પદે રહેલા નરેન્દ્ર મોદી લોકપ્રિય નેતા તરીકે ઊભરી આવ્યા છે.

વડાપ્રધાનને જન્મદિવસે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. મહાનગર પાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ધોરણ 2થી 8ના 550 વિદ્યાર્થીઓ સહિત શાળા આચાર્ય, શિક્ષકો તેમજ સમિતિના સભ્યોએ મળીને 730 પોસ્ટકાર્ડ લખ્યા છે. પ્રધાનમંત્રીને શુભકામના પાઠવવા તેમજ નવા સંસદ ભવનની મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નર્મદા ડેમ ખાતે નર્મદા નીરના વધામણાં કરશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદામાં મોટા પ્રમાણમાં પાણીના આવક થઈ રહી છે. આથી નર્મદા ડેમની સપાટી 136.88 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં 12,90,689 ક્યૂસેક પાણીની આવક થઈ છે. આથી 23 દરવાજા 5.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.