IMD એલર્ટઃ ગુજરાત સહિત દેશમાં બે દિવસ ભારે વરસાદ પડશે

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે.

IMDના જણાવ્યા અનુસાર, 17 અને 18 સપ્ટેમ્બરે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડમાં વ્યાપક વરસાદ પડશે. આ સાથે ઉત્તર કોંકણ અને ઉત્તર મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17-20 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. હાલ દિલ્હી સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોંકણ વિસ્તારમાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગુજરાતના કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવા માટે દરવાજા ખોલવામાં આવ્યા હતા. નર્મદા, ભરુચ અને વડોદરા જિલ્લામાં નદી કિનારે આવેલા અનેક ગામોને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે.

ઉપરાંત તામિલનાડુ, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર આજે અને આવતીકાલે અને 19-20 સપ્ટેમ્બરના રોજ ઓડિશામાં હળવા-મધ્યમથી વ્યાપક વરસાદ વાવાઝોડા અને વીજળીના ચમકારા થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યું અનુસાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં 17-20 તારીખ દરમિયાન હળવો-મધ્યમથી ભારે વરસાદ પડશે.