ચોમાસાની સિઝનમાં બાળકોની સાચવજોઃ ચિકનપોક્સનો નવો વેરિયન્ટ ઘાતક

હેલ્થ વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ચિકનપોક્સનો નવો વેરિયન્ટ બાળકો માટે ઘાતક છે. ચિકનપોક્સ એક સંક્રમણ બીમારી છે, જે વેરિસેલા-જોસ્ટર વાયરસના કારણે થાય છે. વૈજ્ઞાનિકોને જીવલેણ ચિકનપોક્સનો નવો વેરિયન્ટ ભારતમાં મળ્યો છે.

ચિકનપોક્સના આ વેરિયન્ટને ક્લેડ 9 કહેવામાં આવ્યું છે વેરિફેલા જોસ્ટર વાયરસ દ્વારા ફેલાતી આ બીમારી ભારતમાં પહેલા અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા દેશોમાં ફેલાઈ ચૂકી છે. ચિકનપોક્સના નવા વેરિયન્ટનો મામલો ભારતમાં મળ્યા બાદ લોકો ચિંતામાં આવી ગયા છે.

હેલ્થ એક્સપર્ટે જણાવ્યું છે કે નવો વેરિયન્ટ બાળકો માટે ઘાતક બની રહ્યો છે. આ વેરિયન્ટથી બચાવા માટે સૌથી પ્રભાવિત રીતે વેક્સિનેશન છે. આ સિવાય ઘરમાં કોઈને ચિકનપોક્સ છે તો તેને અન્યથી અલગ રાખવાનો પ્રયત્ન કરો. ખાંસી અને છીંકમાં વાયરસ હોઈ શકે છે. દરમિયાન ખાંસી કે છીંક વખતે પોતાનું મોઢું અને નાકને સારી રીતે ઢાંકી દો. નિયમિત સાબુથી હાથ ધોવા, ટુવાલ, કપડા અને વાસણ જેવી વસ્તુઓ ચિકનપોક્સથી પીડિત કોઈ વ્યક્તિની સાથે શેર ના કરો.

ડોક્ટરની સલાહથી જરુરી સારવાર લેવી ખૂબ આવશ્યક છે. જારી કરાયેલા એક રિપોર્ટ અનુસાર નવા વેરિયન્ટના લક્ષણોમાં શરીર પર દાણા દેખાવા, તાવ, ભૂખ ન લાગવી, માથુ દુખવું, થાક લાગવાનો સમાવેશ થાય છે.