હજુ ચાર દિવસ વરસાદી માહોલ, 177 તાલુકામાં મુશળધાર વરસાદ પડ્યો

ગત દિવસે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર અને થોડે અંશે ઉત્તર ગુજરાતમાં મુશળધાર જોવા મળ્યો હતો. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.

મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં આજે ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છ. ત્યારે આજે પણ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, ખેડા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

ગઈકાલે સવારથી સાંજ સુધી 177 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ પંચમહાલના ગોધરામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં ભારે વરસાદના કારણે અને સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા 9613 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા વડોદરા, ભરુચ અને નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરુચ અને નર્મદા જિલ્લામાં ઘોડાપુર વચ્ચે 158 ગામોમાં અંધારપટ છવાયો હતો.

ભારે વરસાદને લઈને ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો ગુજરાતના અનક વિસ્તારોમાં દોડતી કેટલીક ટ્રેનો ભારે વરસાદના કારણે રદ થઈ. વડોદરામાં પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે આવેલા બ્રિજ નંબર 61 અને 76 પર પાણી જોખમનું સ્તર વટાવી જતા ટ્રેન વ્યવહાર પર અસર પડી, જેમાં 8 ટ્રેન રદ કરવામાં આવી.