રશિયા-યુક્રેન યુદ્ધનો મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં, આજથી સુનાવણી શરુ થશે

છેલ્લા દોઢ વર્ષથી રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધોનો મામલો હવે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચી ગયો છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) હવે આ મામલે સુનાવણી કરશે. આજે જ આ મામલે સુનાવણી શરુ થશે.

યુક્રેને ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાના હુમલાના થોડા દિવસો બાદ જ ICJ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. યુક્રેને કહ્યું કે, રશિયાને હુમલાને ન્યાયોચિત ગણાવીને આંતરરાષ્ટ્રીય કાયદાની મજાક બનાવી છે. હવે રશિયા તેના ICJ સક્ષમ રજૂ થશે.

ગત વર્ષે ફેબ્રુઆરીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને વિશેષ સૈન્ય અભિયાનના નામે યુક્રેન સામે યુદ્ધ શરુ કર્યું હતું. ત્યારથી બન્ને દેશો વચ્ચે જંગ થઈ રહી છે. રશિયાએ દાવો કર્યો હતો કે યુક્રેનમાં નરસંહાર થઈ રહ્યો છે અને આ અમારી જવાબદારી છે કે અમે તે લોકોને બચાવીએ.

રશિયા ઈચ્છે છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ આ કેસને ફગાવી દે. આ મામલે 27 ડિસેમ્બર સુધી સુનાવણી થશે. યુક્રેનને આ વર્ષે માર્ચમાં ICJ દ્વારા મોટી રાહત મળી હતી કેમ કે શરુઆતમાં આદેશમાં રશિયાને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી રોકવાને આદેશ આપ્યો હતો.