ભારત-કેનેડા વિવાદઃ કેનેડાના પ્રધાનમંત્રીએ કહ્યું, અમે હિન્દુસ્તાનને ઉકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા નથી

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડામાં વિવાદ વધી ગયો છે. કેનેડા તરફથી એક્શન બાદ ભારતે પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવી છે. ભારતના ત્વરિત એક્શન બાદ હવે કેનેડાનું વલણ નરમ થયું છે.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ જણાવ્યું કે, અમે હિન્દુસ્તાનને ઉકસાવાનો પ્રયત્ન કરી રહ્યા નથી પરંતુ કેનેડાની રાજઘાની ઓટાવા ઈચ્છે છે કે નવી દિલ્હી આ મુદ્દાને યોગ્ય રીતે સાંભળે.

ન્યૂઝ સંસ્થાન સાથે વાતચીતમાં ટ્રૂડોએ કહ્યું, ભારત સરકારે આ મામલાને ગંભીરતાથી લેવાની જરુર છે. અમે એવું જ કરી રહ્યા છીએ. અમે ઉકસાવી રહ્યા નથી તેને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા નથી.

ઉલ્લેખનીય છે કે આરોપ લગાવવાની સાથે જ કેનેડાએ કાર્યવાહી તરીકે ભારતના વરિષ્ઠ રાજદૂતને દેશ નિકાલ કર્યા હતા. તેના થોડા કલાકોમાં ભારતે એક્શન લઈ કેનેડાના રાજદૂતને સસ્પેન્ડ કરી દીધા હતા. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણય અમારા આંતરિક મામલાઓમાં કેનેડિયન રાજદૂતના હસ્તક્ષેપ અને ભારત વિરોધી ગતિવિધિઓમાં તેની મદદગારીને લઈને હિન્દુસાતનની વધતી ચિંતા દર્શાવ છે.

વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે, અમે કેનેડાના પ્રધાનમંત્રીને તેમની સંસદમાં આપેલા નિવેદનો અને તેમના વિદેશ મંત્રાલયના નિવેદનો સાંભળ્યા છે અને અમે તેને ફગાવી રહ્યા છીએ. કેનેડામાં કોઈપણ પ્રકારની હિંસામાં ભારત સરકારની સંડોવણીના આરોપ પાયાવિહોણા અને નિહિત સ્વાર્થોથી પ્રેરિત છે.