છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે તાવ, શરદી, ખાંસીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં આ વર્ષે સ્વાઈન ફ્લૂના 118 કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે બે વ્યક્તિના મૃત્યુ થયા છે. આ વર્ષે સ્વાઈન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે.
આ વર્ષે ઓગસ્ટ મહિના સુધી સ્વાઈન ફ્લૂના સૌથી વધુ કેસ તામિલનાડુ 985 સાથે દેશમાં મોખરે છે, મહારાષ્ટ્રમાં 845 સાથે બીજું, કેરાલા 834 સાથે ત્રીજા સ્થાને ગુજરાત 118 કેસ સાથે ચોથા સ્થાને છે.
સમગ્ર દેશમાં સ્વાઈન ફ્લૂના કુલ 3278 કેસ નોંધાયા છે. આ વર્ષે સ્વાઈન ફ્લૂથી સૌથી વધુ 49 મૃત્યુ કેરાલામાં થયા છે. ગુજરાતમાં 2018થી ઓગસ્ટ 2023 સુધી સ્વાઈન ફ્લૂના 9391 કેસ નોંધાયા હતા.
ઉપરાંત 2018માં 97, 2019માં 151, 2020માં 2, 2023માં 2 એમ કુલ 325 વ્યક્તિએ સ્વાઈન ફ્લૂ સામે જીવ ગુમાવ્યો છે.