ભારત-કેનેડા વિવાદઃ તંગદિલી વધશે તો કેનેડા સ્થિત 30 ભારતીય કંપનીઓના 40,000 કરોડના રોકાણ સામે ખતરો

ભારત-કેનેડા વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વકરતો જાય છે. બન્ને દેશો વચ્ચેના આર્થિક સંબંધો કથળવાનો ભય રહેલો છે. ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણ પ્રવાહ મંદ પડવાની શક્યતા જોવા મળી રહી છે. તો બીજી તરફ એક રિપોર્ટ અનુસાર કેનેડામાં 30 ભારતીય કંપનીઓ કાર્યરત છે તેણે કેનેડામાં કુલ 40,466 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે.

કેનેડા સ્થિત ભારતીય કંપનીઓથી 17 હજાર લોકોને રોજગારી મળી રહી છે. આ ભારતીય કંપનીઓએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં 60 કરોડ કેનેડિયન ડોલરનું રોકાણ કર્યું છે. ભારતીય આઈટી કંપનીઓનું કેનેડામાં મોટો બિઝનેસ છે. ઉપરાંત સોફ્ટવેર, નેચરલ રિસોર્સિઝ અને બેકિંગ સેક્ટરમાં પણ ભારતીય કંપનીઓ સક્રિય છે, જેમાં વિપ્રો અને ઈન્ફોસીસ જેવી કંપનીઓ સામેલ છે.

નાણાકીય વર્ષ 2023માં ભારતે કેનેડેમાં 4.10 લાખ અબજ ડોલરની નિકાસ કરી હતી જ્યારે કેનેડામાંથી 4.05 અબજ ડોલરની આયાત કરી હતી. હવે કેનેડામાં અર્થતંત્રને પણ મોટા પાયે નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.