અમેરિકાની ભારત સાથે ડબલ ગેમ, નિજ્જર હત્યા કેસની જાસૂસી કરાવી કેનેડાને ગુપ્ત માહિતી આપી

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત પર સીધો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન કેનેડિયન મિડિયામાં એક અહેવાલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાંચ દેશોની બનેલી ફાઈવ આઈઝ સંસ્થાના સભ્યએ ગુપ્ત માહિતી આપી હતી. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકા જ આવું કરી રહ્યું છે.

ન્યૂયોર્ક ટાઈમ્સે તેના અહેવાલમાં આ અંગેની માહિતી આપી છે. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે કેનેડાએ હત્યાકાંડમાં ભારતની કથિત સંડોવણીને લગતા મોટાભાગના પુરાવા એકત્ર કર્યા છે.

ભારત સરકારે કેનેડાના આરોપોને સીધો ફગાવી દીધા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હત્યા બાદ અમેરિકન જાસૂસી એજન્સીઓએ તેના કેનેડિયન સમકક્ષોને આ સંબંધિત માહિતી આપી હતી. કેનેડાએ ભારતીય રાજદ્વારીઓને વાતચીતથી સંબંધિત ગુપ્ત માહિતી એકત્ર કરી હતી. અમેરિકા દ્વારા કયા પ્રકારની માહિતી આપવામાં આવી છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને શનિવારે ભારતને આ તપાસમાં સહયોગ કરવામાં જણાવ્યું હતું. અમેરિકા કોઈક રીતે ભારત સાથે રાજદ્વારી વિવાદ કરવાનું ટાળ્યું છે.

ગુપ્ત માહિતીના ખુલાસાથી અમેરિકા હવે કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી લડાઈમાં ફસાઈ જવાના ભયમાં છે, તે પણ ત્યારે જ્યારે અમેરિકા ભારતને નજીકનો ભાગીદાર બનાવી રહ્યું છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે આનાથી સંબંધિત અધિકારીએ કહ્યું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યા ન થાય ત્યાં સુધી અમેરિકાને આ ષડયંત્ર સાથે જોડાયેલા પુરાવા વિશે ખબર ન હતી. હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાન સમર્થક હતો જે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો.