આજે પરીણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન, સંગીત સેરેમનીના વિડિયો વાયરલ

બોલિવૂડ અભિનેત્રી પરીણિતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. પરિણીતિ-રાઘવ આજે લગ્નના બંધનમાં બંધાશે અને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. ઉદયપુરના લીલા પેલેસમાં આજે બપોરે 1 વાગ્યાથી લગ્નની વિધિ પણ શરુ થશે. લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શનના ફોટો અને વિડિયો સામે આવી રહ્યા છે. આ દરમિયાન કપલની મ્યુઝિક સેરેમનીનો ઈનસાઈડ વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

પરિણીતિ – રાઘવની સંગીત સેરેમનીનો એક ઈનસાઈડ વિડિયો સોશિયલ મિડિયા પર સામે આવ્યો છે. આ વિડિયોમાં સિંગર નવરાજ હંસ લાઈવ પરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે બધા મસ્તીના માહોલમાં છે અને નવરાજ દિલ ચોરી સદા હો ગયા અને ગૂડ નાલ ઈશ્ક મીઠા વગેરે ગીતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તમામ મહેમાનો પણ ખૂબ એન્જોય કરતા જોવા મળે છે.

કહેવાયા છે કે પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા એકબીજાના કોલેજના દિવસોથી ઓળખે છે. પરિણીતિ અને રાઘવની પહેલી મુલાકાત કોલેજ ટાઈમમાં થઈ તેઓ બન્નેને ઈંગ્લેન્ડમાં ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ એચિવર્સ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. જોકે તેમની લવ ફ્રેન્ડશિપની શરુઆત વર્ષ 2022થી થઈ હતી. રાઘવ પરિણીતિને ત્યારે મળ્યા જ્યારે તે પંજાબમાં ફિલ્મ ચમકીલાના શૂટિંગમાં વ્યસ્ત હતી. ઘીરે ધીરે બન્નેની મુલાકાતો વધવા લાગી અને જ્યારે બન્ને મુંબઈમાં સાથે દેખાવા લાગ્યા હતા તો આ સંબંધના સમાચારોએ જોર પકડ્યું.