ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ ઊભો થયો છે. કેનેડાના ભારતીય એજન્ટો પર નિજ્જરની હત્યાનો આરોપ છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ સબૂત સામે આવ્યા નથી. આ વચ્ચે અમેરિકાના નક્કર પગલાં પર દુનિયાની નજરે છે.
તમને જણાવી દઈએ કે અમેરિકા સાથે પોતાના સંબંધોને સારા કરવામાં ભારતે અનેક પ્રયત્નો કર્યા છે પરંતુ આ મામલે અમેરિકાની મિશ્ર પ્રતિક્રિયા રહી છે. ગઈકાલે કેનેડામાં સ્થિતિ અમેરિકાના એમ્બેસેડરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ જે આરોપ લગાવ્યા છે તે માત્ર ગોપનીય જાણકારીને આધારે છે.
હવે સમાચાર આવી રહ્યા છે કે અમેરિકાની જાણીતી એજન્સી FBIએ અચાનક ખાલિસ્તાન મામલે એક્ટિવ થઈ ગઈ છે. હાલના દિવસોમાં ઘણા ઉગ્રવાદિયો સાથે મુલાકાત કરી છે. એટલું જ નહીં એફબીઆઈએ એ ખાલિસ્તાની આતંકીઓને ચેતવણી આપી છે કે તેમને પણ નિજ્જરની જેમ મારી શકાય છે.
પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (કેટીએફ)ના વડા હરદીપ સિંહ નિજ્જરની 18 જુને કેનેડામાં બે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેમની હત્યાથી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ શરુ થયો હતો. વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ સોમવારે ભારત પર આ કેસમાં સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો.
અમેરિકાના વ્હાઈટ હાઉસે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, અમે ભારત સરકાર સાથે ચર્ચા કરી છે જોકે અમે દેખીતી રીતે ખાનગી રાજદ્વારી વાટાઘાટોમાં સામેલ નહીં થઈએ. પરંતુ હા અમે ભારત સરકારમાં અમારા સાથીદારો સાથે વાતચીત કરી છે. અલબત્ત અમે ખૂબ જ ચિંતિત છીએ. એટલે અમે કેનેડાની સરકાર અને કેનેડાના ભાગીદારો સાથે નિયમિત સંપર્કમાં છીએ.