વિશ્વભરના લોકો હજુ તો કોરોના મહામારીના ખતરામાંથી બહાર નીકળ્યું જ છે કે વધુ એક નવી બિમારીએ એન્ટ્રી કરી દીધી છે. આ બિમારી ખૂબ ખતરનાક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વાયરસને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આશરે તે 5 કરોડ લોકોને ભરખી જશે. આ બીમારી કોરોના કરતા પણ ઘાતક સાબિત થઇ શકે છે. WHO દ્વારા આ નવી મહામારીનું નામ ‘ડિસીઝ X’ રાખવામાં આવ્યું છે.
નિષ્ણાતો અનુસાર, કોવિડ -19 (COVID-19) તો માત્ર એક શરૂઆત હોઈ શકે છે. બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફ ડેમ કેટ બિંઘમે ચેતવણી જારી કરી છે કે આગામી મહામારી ઓછામાં ઓછા 5 કરોડ લોકોના જીવ લઇ શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે, વિશ્વ નસીબદાર છે કે કોરોના એટલો બધો જીવલેણ ન હતો. WHO દ્વારા પણ આ મહામારીના ફેલાવાને લઈ સંકેત મળ્યા છે. બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફે ચેતવણી આપી છે કે, ‘ડિસીઝ X’ કોરોના કરતા 7 ગણો વધુ ઘાતક હોઈ શકે છે. આ મહામારી વિશ્વમાં પહેલાથી જ હાજર વાયરસથી ફેલાઈ શકે છે.
આ પણ વાંચો-હાઇકોર્ટે પોલીસને ટ્રાયલ ઝડપી બનાવવા આપી સલાહ- કરાશે વોટ્સએપનો ઉપયોગ
અહેવાલો અનુસાર, બ્રિટનમાં વૈજ્ઞાનિકોએ ‘ડિસીઝ X’ સામે વેક્સીન તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. UK હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) ના ચીફ પ્રોફેસર જેની હેરીસના કહેવા મુજબ ક્લાઈમેટ ચેન્જ જેવા ઘણા પરિબળો ભવિષ્યમાં મહામારીની શક્યતાઓ વધારી રહ્યા છે. આ મામલે તૈયારીઓમાં સક્રિય ભૂમિકા નિભાવની પણ અપીલ કરી છે.