કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ નાઝી સૈનિકનું સન્માન કરતા આકરી ટીકા

ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનું નામ ખેંચનાર જસ્ટિન ટ્રૂડો હવે પોતાના જ દેશમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. એક તરફ તેમના મિત્ર દેશો ભારતને ઘેરવાના પ્રયાસમાં ટ્રૂડોને ખૂલ્લેઆમ સમર્થન આપી રહ્યા નથી. તો બીજી તરફ ટ્રૂડોની એક ભૂલ તેમને જ ભારે પડી છે.

કેનેડામાં વિપક્ષના નેતા પિયર પોઈલીવરે કેનેડિયન સંસદમાં ભૂતપૂર્વ નાઝી સૈનિકનું સન્માન કરવા બદલ જસ્ટિન ટ્રૂડોની સખત નિંદા કરી છે. તેઓએ ટ્રૂડોને માફી માંગવા પણ કહ્યું છે. પિયરે આ મુદ્દો ઉઠાવ્યા બાદ કેનેડિયન સંસદના સ્પીકરે યહૂદીઓની માફી માંગવી પડી હતી.

તાજેતરમાં યુક્રનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકી કેનેડાની મુલાકાતે ગયા હતા. તેમની સાથે 14મા વેફેન ગ્રેનેડિયર ડિવિઝનના ભૂતપૂર્વ નાઝી સૈનિક પણ હતા, જેઓ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન લડ્યા હતા, જ્યારે ભૂતપૂર્વ સૈનિક ઝેલેન્સકી સાથે કેનેડિયન સંસદમાં પહોંચ્યા ત્યારે તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. પિયરે આ મુદ્દે જ ટ્રૂડોને ઘેરવાનું શરુ કરી દીધું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા પિયરે કહ્યું, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની કેનેડાની મુલાકાત દરમિયાન સંસદમાં ભૂતપૂર્વ નાઝી સૈનિકનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન લિબરલ પાર્ટી (ટ્રૂડોની પાર્ટી) દ્વારા કરવામાં આવ્યું હતું. આ જસ્ટિન ટ્રૂડોની મોટી ભૂલ છે અને ટ્રૂડો અને તેમના ઓફિસ સ્ટાફ આ માટે સંપૂર્ણપણે જવાબદાર છે.

જસ્ટિન ટ્રૂડો વ્યક્તિગત રીતે ભૂતપૂર્વ નાઝી સૈનિકને મળ્યા હતા. આ પછી તેમની પાર્ટીએ તેમની મુલાકાત દરમિયાન સંસદના નીચલા ગૃહમાં ઝેલેન્સકીનું સન્માન પણ કર્યું હતું. સંસદમાં ભૂતપૂર્વ સૈનિકનું સન્માન કરવામાં આવ્યું તે પહેલાં ટ્રૂડો સિવાય કોઈ સાંસદ તેમના ઈતિહાસથી વાકેફ ન હતા. તેથી કેનેડાના પીએમએ વ્યક્તિગત રીતે દરેકની માફી માંગવી જોઈએ. તેઓએ બીજાઓને દોષ આપવાનું ટાળવું જોઈએ.