રિપોર્ટ- જીગર પરમાર, ખેરાલુ: ખેરાલુ તાલુકો ડાર્કઝોનમાં આવે છે. એટલે કે એવો વિસ્તાર જેના ભૂગર્ભમાં જળ જ નથી. ખેરાલુના ગામડાઓમાં વસતા ખેડૂતોની સ્થિતિ પાણી વગર પ્રતિદિવસ કફોડી બની રહી હતી. તેથી અહીંના ખેડૂતોની માંગ હતી કે, તેમના ગામડાઓમાં રહેલા તળાવોને ભરવામાં આવે તેથી કરીને ભૂગર્ભ જળ ઉંચા આવે અને તેમની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ આવી શકે. આ સાથે જ ખેરાલુમાં આવેલા સૌથી મોટા તળાવ ચિમના બાઈને પણ ભરવાની માંગ વર્ષોથી થઈ રહી છે.જણાવી દઇએ કે, ખેરાલુના વરેઠા, ડાવોલ, ડાલીસણાના લોકોએ પાણીની સમસ્યાના કારણે તો ચૂંટણીનો બહિષ્કાર પણ કરી દીધો હતો. જોકે, હવે સરકારના એક ઉત્તમ પગલા દ્વારા ખેડૂતોની સ્થિતિ આગામી દિવસોમાં સુધરી શકે છે.
ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારમાં આવેલા નાના તળાવો ભરવાની શરૂઆત કરી દીધી છે. સરકારે ડાલીસણાના બે તળાવ, જસપુરના બે તળાવ, ડાવોલનો એક તળાવ અને કેશરપુરાનો એક તળાવને ભરવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે. અત્યાર સુધીમાં 6 તળાવો ભરવામાં આવ્યા છે. આ તળાવ ભરાવવાના કારણે અંદાજિત 20થી 25 ગામડાઓના ખેડૂતોની સ્થિતિ સુધરી શકશે. ઉલ્લેખનિય છે કે, જ્યારે ખેડૂતોની સ્થિતિ સુધરશે ત્યારે જ આપણી ઈકોનોમી ઉપર આવશે. ખેડૂત પાસે પૈસા આવશે તો ત્યાથી મજૂરોથી લઈને માર્કેટ સુધી પૈસાનું ચક્ર ફરશે અને ઇકોનોમીને બૂસ્ટ મળશે.
સરકારની નાની એવી શરૂઆત આગામી દિવસોમાં ખુબ જ મોટો ફાયદો કરી બતાવે તેની શક્તિ રાખે છે. ખેડૂતોની સાથે-સાથે રાજ્ય અને દેશની ઈકોનોમીને પણ બૂસ્ટ આપી શકે છે. જોકે, તે માટે સરકારે ગામે ગામના તળાવ ભરવાની યોજનાને મોટા પાયે સક્રિય કરવી પડશે. આ માટે સરકારે યોજના તૈયાર કરી દીધી હોવાની માહિતી સામે આવી રહી છે.
હાલમાં ખેરાલુ અને સતલાસણાના ગામડાઓના તળાવો ભરવાની કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં અન્ય તળાવો ભરવાની પણ યોજના હાથ ધરવામાં આવશે. તેથી હજું પણ ઓછામાં ઓછા અન્ય પાંચથી વધારે તળાવો ભરીને ખેરાલુ અને સતલાસણા તાલુકાના ભૂગર્ભ જળને ઉપર લાવવામાં આવશે. આ સાથે જ ખેડૂતોની સૌથી મોટી પાણીની સમસ્યાને દૂર કરીને તેમના જીવન ધોરણને ઉપર લાવવાની કોશિશ કરવામાં આવશે.
સ્વભાવિક છે કે, ખેડૂતોની સૌથી મોટી સમસ્યા પાણીની અછત છે. પાણી જ ન હોય તો ખેડૂતો ખેતી અને પશુ-પાલન કરી શકે નહીં. તેથી તેમને ઓછા પગારમાં અન્ય નોકરી-ધંધામાં જોતરાવું પડે. જે તેમના જીવન ધોરણને ક્યારેય ઉપર લાવી શકે નહીં. જો ખેડૂત પાસે પાણીનો પૂરતો જથ્થો હોય તો તેઓ મહેનત કરીને પોતાની આર્થિક સ્થિતિને સુધારી શકે છે.
સતલાસણા અને ખેરાલુના તળાવ ભરાવવાના કારણે સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આશા બંધાણી છે કે આગામી દિવસોમાં ખેરાલુનો સૌથી મોટું તળાવ ચિમના બાઈને પણ સરકાર ભરશે અને આખા ખેરાલુ તાલુકાની પાણીની સમસ્યાને દૂર કરશે.
ખેરાલુ તાલુકામાં આવેલા ગામડાઓ
- અમરપુરા
- અરઠી
- અંબાવાડા
- ઉણાદ
- કુડા
- ખેરાલુ
- ગઠામણ
- ગાજીપુર
- ગોરીસણા
- ચાચરીયા
- ચાડા
- ચાણસોલ
- ચોટીયા
- ડભાડ
- ડભોડા
- ડાલીસણા
- ડાવોલ
- થાંગણા
- દેદાસણ
- દેલવાડા
- નળુ
- નાનીવાડા
- નાની હિરવાણી
- નોરતોલ
- નંદાલી
- પાન્છા
- ફતેપુરા
- બળાદ
- મલારપુરા
- મલેકપુર
- મહીયલ
- મહેકુબપુરા
- મછાવા
- મઢાસણા
- મોટી હિરવણી
- મંડાલી
- મંદ્રોપુર
- રસુલપુર
- રહેમાનપુરા
- લાલવાડા
- લીંબડી
- લુણવા
- વરેઠા
- વાઘવાડી
- વાવડી
- વિઠોડા
- શાહપુર
- સાકરી
- સાગથળા
- સદીકપુર
- સામોજા
- સુવરીયા
સતલાસણા તાલુકામા આવેલા ગામડાઓ
- આનંદ ભાંખરી
- આંકલીયારા
- બેડસ્મા
- ભાલુ મોટી
- ભાલુ નાની
- ભાલુસાણા
- ભાણાવાસ
- ભાટવાસ
- ભીમપુર
- છેલાણા
- છેલપુરા
- ધારાવણીયા
- ધરોઇ
- દુલાણા
- ફતેપુરા
- ગલાલપુર
- ગમનપુરા
- ગોઠડા
- હાડોલ
- હિંમતપુરા
- ઇસાકપુરા
- જશપુરીયા
- જસપુર
- કાજીપુર
- કાનેડીયા
- કુબડા
- કેસરપુરા
- કેવડાસણ
- ખારી
- ખિલોડ
- ખોદામળી
- કોઠાસણા મોટા
- કોઠાસણા નાના
- માલપુરા (કેવડાસણ)
- મુમનવાસ
- નવાવાસ
- નેદરડી
- નિઝામપુર
- ઓતલપુર
- પિરોજપુર
- રાધુપુરા
- રાજપુર (ગઢ)
- રંગપુર (ગઢ)
- રાણપુર
- રિંછડા
- સમરાપુર
- સાંતોલા
- સરદારપુર (ચિકણા)
- સરતાનપુર (ગઢ)
- સતલાસણા
- સેમોર
- શાહુપુરા (ગઢ)
- શેષપુર
- નવા સુદાસણા
- તખતપુરા
- તાલેગઢ
- ટિંબા
- ઉમરી
- ઉમરેચા
- વાઘર
- વજાપુર
- વાંસડા
- વસઇ જસપુરીયા
- વાવ (પિરોજપુરા)
- વાવડી (ગઢ)