ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને માત આપીને એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ

Asian Games 2023 : આજે ભારતીયે મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલમાં શ્રીલંકાને માત આપીને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય મહિલા ટીમની ફાઈનલમાં શ્રીલંકા સામે ટક્કર થઈ હતી જેમાં ભારતનો 19 રને વિજય થયો છે અને આ જીત સાથે ભારતની મહિલા ટીમે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. એશિયન ગેમ્સમાં આજે ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે આ પહેલા એર રાઈફલ ટીમે 10 મીટરની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પહેલા ભારતીય મહિલા ટીમે પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને આઠ વિકેટથી હરાવ્યું હતું, જ્યારે શ્રીલંકાએ બીજી સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનને છ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

આજે ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 116 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 97 રન જ બનાવી શકી હતી. આ સાથે જ ભારત આ મેચ 19 રને જીતી લીધી હતી.

ભારતીય મહિલા ટીમે ફાઈનલમાં શાનદાર દેખાવ કરતાં ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુમ્બલે દ્વારા ટ્વિટ કરીને પ્રશંસા કરવામાં આવી હતી. આ સાથે જ અનિલ કુંમ્બલે ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો- ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીના પડઘમ; ભાજપ-કોંગ્રેસમાં મીટિંગોના દૌર