અંતે એ દિવસ આવી ગયો જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બોલિવૂડની “પરી” પરિણીતિ ચોપરા હવે મિસમાંથી મિસિસ બની ગઈ છે. AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે સાત ફેરા લીધા પછી પરિણીતિ તેની જન્મોજન્મની સાથી બની ગઈ છે. બન્નેએ ઉદયપુરમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. કપલાના આ ડ્રીમ વેડિંગ ઉદયપુરના ધ લીલા પેલેસમાં થયા હતા. સર્વત્ર ઉજવણીનો માહોલ છે. લગ્ન બાદ બન્નેની પહેલી તસવીર પણ સામે આવી છે.
અભિનંદનનો વરસાદ ચારેકોર વરસી રહ્યો છે. લગ્નની પહેલી તસવીર પણ મોડી રાત્રે સામે આવી છે. આ પહેલા રાઘવ અને પરિણીતિની રિસેપ્શન પાર્ટીનો પહેલો ફોટો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો, જેમાં પરિણીતિએ રાઘવના નામનું સિંદૂર માથે લગાવ્યું છે. ગળામાં મંગળસૂત્ર, હાથમાં ગુલાબી બિંગડીઓ અને મહેંદી દેખાય છે.
આ સાથે રાઘવના લગ્નના વરઘોડાનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ઓફ-વ્હાઈટ શેરવાની અને પાઘડીમાં જામી રહ્યો છે.
લગ્નના એક દિવસ પહેલા 24 સપ્ટેમ્બરે પરિણીતિ અને રાઘવે મહેમાનો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ સમયનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં પરિણીતિ સિલ્વર ડ્રેસમાં અને રાઘવ બ્લેક સૂટમાં જોવા મળી રહ્યો છે.
પરિણીતિ અને રાઘવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા બાદ રાત્રે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. જોકે આ પાર્ટીનો વીડિયો કે ફોટો સામે આવ્યો નથી. એક રિપોર્ટ અનુસાર પરિણીતિ અને રાઘવ આજે 25 સપ્ટેમ્બરે ઉદયપુરથી દિલ્હી જવા રવાના થશે. બન્ને પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેન દ્વારા રવાના થશે.