લોકસભા ચૂંટણી પહેલા BJPને આંચકો; AIADMKએ NDAથી અલગ થવાની કરી જાહેરાત

AIADMKએ NDAથી અલગ થવાની કરી જાહેરાત

AIADMKએ NDA સાથે સંબંધો તોડી નાખ્યા છે. તેની સત્તાવાર જાહેરાત કરી હતી. પાર્ટીએ આ અંગે ઠરાવ પસાર કર્યો છે. ચેન્નાઈમાં પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા વડાઓની બેઠકમાં સર્વસંમતિથી એક ઠરાવ પસાર કરવામાં આવ્યા બાદ AIADMKના ડેપ્યુટી જનરલ સેક્રેટરી કેપી મુનુસામીએ NDAમાંથી તેમના ઔપચારિક અલગ થવાની જાહેરાત કરી હતી. પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડીને આ સમાચારની ઉજવણી કરી હતી.

ઓલ ઈન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે AIADMKએ 2024ની લોકસભા ચૂંટણી પહેલા તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો આપ્યો છે. પાર્ટીએ કહ્યું કે આ પગલું એક વર્ષથી AIADMK અને તેના નેતાઓ પર ભાજપના હુમલાઓ અને બદનક્ષીભર્યા નિવેદનોના વિરોધમાં લેવામાં આવ્યું છે.

પાર્ટીએ કહ્યું, ‘ભાજપનું રાજ્ય નેતૃત્વ છેલ્લા એક વર્ષથી અમારા પૂર્વ નેતાઓ, અમારા મહાસચિવ EPS અને અમારા કાર્યકર્તાઓ પર સતત બિનજરૂરી ટિપ્પણીઓ કરી રહ્યું છે. આજની બેઠકમાં આ દરખાસ્ત સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી.

આ પણ વાંચો- હાઇકોર્ટે પોલીસને ટ્રાયલ ઝડપી બનાવવા આપી સલાહ- કરાશે વોટ્સએપનો ઉપયોગ

AIADMKના અધિકારીક પેજ એક્સ પર કહેવામાં આવ્યું છે કે, આ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે એઆઈએમડીએમકે 2 કરોડ સ્વયંસેવકોની સલાહ અને ઈચ્છાઓનું સન્માન કરતાં આજથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાંથી દૂર થઇ જશે.

લગભગ એક સપ્તાહ પહેલા તમિલનાડુમાં AIADMK અને BJPનું ગઠબંધન ખતમ થવાના સંકેત મળ્યા હતા. AIADMKના વરિષ્ઠ નેતા ડી જયકુમારે ગયા સોમવારે કહ્યું હતું કે તેમની પાર્ટી અને ભાજપ હવે તમિલનાડુમાં અલગ થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે હવે અમારી પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન જ કોઈપણ પ્રકારના ગઠબંધન અંગે નિર્ણય લેશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ તેમનો વિચાર નથી પરંતુ પાર્ટીનો નિર્ણય છે.

આ દરમિયાન અણબનાવ ઉકેલવાના પ્રયાસો ચાલુ રહ્યા. શનિવારે દિલ્હીમાં એક બેઠકમાં – તણાવપૂર્ણ સંબંધોને ફરીથી સેટ કરવાનો છેલ્લો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દક્ષિણ ભારતીય પક્ષ તેની માંગ પર અડગ છે કે, કાં તો ભાજપના તમિલનાડુના વડા કે અન્નામલાઈ સ્વર્ગસ્થ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સીએન અન્નાદુરાઈ પરની તેમની ટિપ્પણી બદલ માફી માંગે અથવા તેમના સ્થાને કોઈ બિન-વિવાદાસ્પદ નેતા બનાવવામાં આવે. અન્નાદુરાઈ એઆઈએડીએમકેના સ્થાપક એમજી રામચંદ્રનના માર્ગદર્શક હતા.

આ પણ વાંચો-દુનિયા પર મહામારી ‘X’નો ખતરો; 5 કરોડ લોકોને ભરખી જશે તેવા ડરામણા દાવા

ભાજપના નેતાઓ ભૂતકાળમાં દિવંગત પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાની ટીકા કરતા રહ્યા છે. AIADMKમાં જયલલિતા એક પ્રતિષ્ઠિત અને આદરણીય વ્યક્તિ છે. તે સમયે AIADMKએ રાજ્યના ભાજપ પ્રમુખ પર લગામ લગાવવાની માંગ કરી હતી.