ઓસ્ટ્રેલિયાને પછાડી ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલા નંબર 1

ODI વર્લ્ડ કપ 2023 પહેલા ભારતીય ટીમે જોરદાર પ્રદર્શન કર્યું છે. પહેલા તેણે એશિયા કપ 2023નો ખિતાબ જીત્યો હતો. હવે ઓસ્ટ્રેલિયન ટીમનો વન ડે શ્રેણીમાં પરાજય થયો છે. એશિયા કપ અને વર્તમાન વન ડે શ્રેણીમાં ભારતની બેટિંગ અને બોલિંગે અવિશ્વસનીય પ્રદર્શન કર્યું છે.

ભારતીય ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ઘર આંગણે યોજાનાર ODI વર્લ્ડ કપ પર પણ કબજો કરી શકે છે. ભારતીય ટીમ માટે વધુ એક સારી વાત સામે આવી છે. શ્રેણીની પ્રથમ મેચ જીતીને ટીમ ICC ODI રેન્કિંગમાં નંબર-1 બની ગઈ છે. પરંતુ શ્રેણી જીવતાની સાથે ભારતીય ટીમે તેની સ્થિતિ વધુ નિશ્ચિત કરી છે.

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલા ભારતીય ટીમના ODI રેન્કિંગમાં 115 રેટિંગ પોઈન્ટ હતા અને તે બીજા સ્થાને હતી. પરંતુ શ્રેણી જીતવાની સાથે ટીમને 117 રેટિંગ પોઈન્ટ્સ મળી ગયા છે. હવે પાકિસ્તાનના 115 રેટિંગ પોઈન્ટ છે અને તે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજા સ્થાને સરકી ગઈ છે. ભારતીય ટીમ સામે શ્રેણી હાર્યા બાદ તેને મોટું નુકસાન થયું છે. તેથી કાંગારુ ટીમના 110 રેટિંગ પોઈન્ટ છે.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વનડે મેચ રવિવારે 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમ 99 રને જીતી હતી. પ્રથમ મેચ 5 વિકેટે જીતી હતી. હવે બીજી મેચ પણ જીતીને સિરીઝ 2-0ની સરસાઈ મેળવી લીધી છે. સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.