200 રુપિયા કિલો ટામેટા 2 રુપિયે આવી ગયા, ખેડૂતોએ ખેતરોમાં પાકનો નાશ કરવાનું શરુ કર્યું

એક મહિના પહેલાંની જ વાત છે જથ્થાબંધ બજારોમાં રુ.200 અને છૂટકમાં રુ.250 પર પહોંચ્યા પછી લાલ થઈ ગયેલા ટામેટાં હવે તેના ભાવ તળીયે આવી ગયા છે. આજે તેને ઉગાડનારા ખેડૂતો મુશ્કેલીમાં છે અને તેમના ચહેરા નિસ્તેજ થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં ટામેટાના ભાવ એક મહિના પહેલા રુ.200 પ્રતિ કિલોથી ઘટીને રુ.3-5 પ્રતિ કિલો થયો છે. આવી સ્થિતિમાં અહીંના ખેડૂતોને તેમની પેદાશનો નાશ કરવાની ફરજ પડી રહી છે.

હકીકતમાં બમ્પર ઉત્પાદન પછી ટામેટાના ભાવમાં ભારે ઘટાડો થયો હતો. નાસિકના એક ખેડૂત કહે છે કે, ટામેટા અને ડુંગળી માટે લઘુત્તમ ટેકાના ભાવ એ બજારની આવી વધઘટને રોકવાનો એકમાત્ર રસ્તો છે.

કેટલાક ખેડૂતો કે જેઓ તેમની ઉપજ વેચવા માટે વ્યવસ્થાપિત થયા હતા તો પણ ફેંકી દેવાના ભાવે. તેઓ તેમની અડધી કિંમત પણ વસૂલ કરી શક્યા નથી.

પૂણેના જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ ઘટીને રુ.5 પ્રતિ કિલો થઈ ગયા છે. નાસિકમાં પિપલગાંવ અને લાસલગાંવની ત્રણ જથ્થાબંધ મંડીઓમાં ટામેટાંના સરેરાશ જથ્થાબંધ ભાવ છેલ્લા 6 અઠવાડિયામાં 2,000 રુપિયા પ્રતિ ક્રેટ (20 કિલો)થી ઘટીને રુ. 90 થઈ ગયા છે.

કોલ્હાપુરના છૂટક બજારોમાં ટામેટાં 2થી 3 રુપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. અહીં લગભગ એક મહિના પહેલા તે 220 રુપિયાની આસપાસ હતો. પુણે જિલ્લાના જુન્નર અને અંબેગાંવ તાલુકાઓમાં ખેડૂતોએ ટામેટાની ખેતી છોડી દેવાનું શરું કર્યું છે કારણ કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં જથ્થાબંધ બજારોમાં ભાવમાં ઘટાડો થયો હતો.