જામનગરમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મોત; કરી રહ્યો હતો ગરબાની પ્રેક્ટિસ

જામનગર હાર્ટ એટેકે

જામનગર: જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતા યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ગરબા કરતા 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં હાંહાકાર મચી ગયો છે. પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા ગરબા ક્લાસમાં યુવક પ્રેક્ટિસ કરી રહ્યો હતો, તે દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. વિનીત મેહુલકુમાર કુંવરિયા નામના ફક્ત 19 વર્ષની ઉંમરના યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. બનાવ બાદ મોટી સંખ્યામાં ગરબા પ્રેક્ટિસ કરતા યુવકો હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

થોડા સમય પહેલા જ રાજકોટ શહેરમાં એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હતું. શહેરમાં 24 વર્ષીય મુકેશ વઘાસિયાનું મોત નીપજ્યું હતું. આ યુવાન કારખાનામાં કામ કરતો હતો. નોંધનીય છે કે, જન્માષ્ટીના મેળામાં ચકડોળમાં બેઠેલી યુવતીનું પણ મોત નીપજ્યું હતું. ત્યારે શહેરમાં યુવાનોના અચાનક મોતને કારણે ચિતા પ્રસરી છે. આ પહેલા રાજકોટમાં એક જ દિવસમાં બે યુવકોને એક જ દિવસે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યા હતા.

ઉલ્લેખનિયલ છે કે, વર્તમાન સમયમાં હાર્ટ એટેકના કેસમાં ખુબ જ મોટો ઉછાળો આવ્યો છે. એકદમ તંદુરસ્ત હોય અને ક્રિકેટ રમી રહ્યાં હોય તેવા યુવાઓના પણ હાર્ટ એટેકથી મોત નિપજવાના કેસ સામે આવી ચૂક્યા છે. આ અંગે કોવિડ-19ની રસી જવાબદાર હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. જોકે, તે અંગે હજું કોઈ સત્તાવાર મેડિકલ રિપોર્ટ સામે આવ્યો નથી. સરકાર તે અંગેનું રિસર્ચ કરાવી રહી હોવાના રિપોર્ટ ચોક્કસ સામે આવ્યા છે.

આ પણ વાંચો- કેનેડામાં ખાલિસ્તાનીઓ મોટું આયોજન કરી રહ્યા છે? ભારતીય મિશનની સુરક્ષા વધારાઈ

જનમાષ્ટમીમાં બે યુવાનોના મોત નીપજ્યા હતા

રાજકોટમાં જન્માષ્ટમીનાં કાર્યક્રમમાં 25 વર્ષીય જતીન સરવૈયા નામના યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક પાસે આ બનાવ બન્યો હતો. જન્માષ્ટમીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જતીન સરવૈયાના મોતથી પરિવારજનો તથા આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.