કેનેડામાં ખાલિસ્તાનીઓ મોટું આયોજન કરી રહ્યા છે? ભારતીય મિશનની સુરક્ષા વધારાઈ

કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો ફરી કોઈ મોટી યોજના ઘડી રહ્યા હોવાના સંકેત ગોપનીય સંસ્થાઓ પાસેથી મળી રહ્યા છે. ઓટાવામાં ભારતીય મિશનની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.

ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ વિરોધ પ્રદર્શન માટે બોલાવ્યા બાદ ઘણા શહેરોમાં ભારતીય મિશનને ઘેરી લીધા હતા ત્યારથી કેનેડિયન પોલીસ ઘણા શહેરોમાં એલર્ટ પર છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેકવતા વડાપ્રધાન જસ્ટ્રિન ટ્રૂડોના નિવેદન બાદથી બન્ને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.

સોમવારે જ ખાલિસ્તાની જૂથે કેનેડાના મોટા શહેરોમાં ભારતીય મિશનની બહાર દેખાવો કરવાની હકાલ કરી છે. જાણીતી ન્યૂઝ સંસ્થાન રોયટર્સ સાથે વાત કરતા કેનેડામાં SFJના ડિરેક્ટર જતીન્દ્ર સિંહ ગ્રેવાલે કહ્યું કે તેમનું સંગઠન ભારતીય દૂતાવાસોની બહાર વિરોધ કરશે. ગ્રેવાલ કહે છે કે, અમે કેનેડામાંથી ભારતીય રાજદૂતને હાંકી કાઢવા માટે કહી રહ્યા છીએ.

અહીં ટોરેન્ટો પોલીસ વિભાગનું કહેવું છે કે આગામી પ્રદર્શનો વિશે માહિતી છે. જોકે પોલીસે કરેલી તૈયારીઓ અંગેની માહિતી શેર કરવામાં આવી ન હતી.