પંચમહાલ: ઘોઘંબામાં ચાર બાળકોના તળાવમાં ડૂબવાથી મોત; પંથકમાં શોકનો માહોલ

પંચમહાલ: ઘોઘંબામાં ચાર બાળકોના ડૂબવાથી મોત

પંચમહાલ: ઘોઘંબામાંથી ખુબ જ દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઘોઘંબાના ગજાપુરા ગામમાં તળાવની બાજુમાં બનાવેલા ખાડામાં ડૂબવાને કારણે ચાર બાળકોના મોત નિપજ્યા છે. મળી રહેલી જાણકારી અનુસાર, વહેલી સવારે કેટલાક બાળકો તળાવમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન ચાર બાળકો તળાવના બાજુંમાં બનેલા મોટા ખાડા સુધી પહોંચી ગયા હતા. આ ખાડો ખુબ જ ઉંડો હોવાના કારણે બાળકો તેમાંથી બહાર નિકળી શક્યા નહતા.

આ ગોઝારા બનાવને લઈને પરિવારો સહિત આખા પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. આ ચાર બાળકોની ઉંમરથી 10થી 12 વર્ષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, આ ચાર બાળકો સવારે ઘરેથી રમવા માટે બહાર ગયા હતા. આ દરમિયાન તેઓ તળાવ પર ન્હાવા માટે પહોંચી ગયા હતા.

આ તળાવની પાસે બનેલા ખાડા ખુબ જ ઉંડો હોવાના કારણે તેમાં પાણીનો અંદાજો રહેતો નથી. બાળકો પણ તેનો અંદાજો લગાવી શક્યા નહીં અને તળાવની પાસે રહેલા ખાડા સુધી રમત-રમતમાં પહોંચી ગયા હતા. આ ખાડામાં ન્હાવા માટે પડતાની સાથે જ તેઓ તળિયે જતા રહ્યાં અને પાછા આવવાની તેમની કોશિશો સફળ રહી નહતી.

આ પણ વાંચો-200 રુપિયા કિલો ટામેટા 2 રુપિયે આવી ગયા, ખેડૂતોએ ખેતરોમાં પાકનો નાશ કરવાનું શરુ કર્યું

ઉલ્લેખનિય છે કે, હાલમાં સરકાર ગુજરાતભરમાં ગ્રામીણવિસ્તારમાં ભૂગર્ભ જળ ઉંચા લાવવા માટે ગામતળના નાના તળાવ ભરવાનું કામ કરી રહી છે. તેવામાં હવે ગામજનોને પોતાના નાના બાળકોનો ખ્યાલ રાખવો પડશે. જો માતા-પિતા પોતાના બાળકોનું ખ્યાલ રાખશે નહીં તો આવા બનાવોને રોકવા મુશ્કેલ બની શકે છે.