‘ગાઈડ’, ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ અને ‘ખામોશી’ જેવી ઘણી આઈકોનિક ફિલ્મોનો ભાગ રહી ચૂકેલી પીઢ બોલિવૂડ અભિનેત્રી વહીદા રહેમાનને ‘દાદાસાહેબ ફાળકે’ સન્માન આપવામાં આવ્યું છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોશિયલ મિડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી કે વહીદા રહેમાનજીને મનોરંજન જગતમાં તેમના અનન્ય યોગદાન માટે આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
અનુરાગ ઠાકુરે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, વહીદા રહેમાનજીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ વર્ષે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તેની જાહેરાત કરતા મને ખૂબ જ આનંદ અને સન્માનની લાગણી થઈ રહી છે. વહીદાજીને હિન્દી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે ઘણી પ્રશંસા મળી છે. પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌધવી કા ચાંદ, સાહેબ બીવી ઔર ગુલામ, ગાઈડ, ખામોશી અને બીજી ઘણી ફિલ્મો માટે..
5 દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે પોતાના પાત્રો ખૂબ જ સુંદર રીતે ભજવ્યા હતા.
અનુરાગ ઠાકુરે લખ્યું કે વહીદા રહેમાને ફિલ્મો પછી પરોપરકાર માટે પોતાનું જીવન સમપ્રિત કર્યું, હું તેમને શુભેચ્છા પાઠવું છું અને હું તેમને અભિનંદન આપું છું.