અમદાવાદ ગેલેક્સી સ્પાના સંચાલકની હેવાનિયત; યુવતિને ઘસેડી-ઘસેડીને માર્યો જીવલેણ માર

અમદાવાદ: અમદાવાદના સિંધુ ભવન રોડ પર ચાલતા ગેલેક્સ સ્પાના સંચાલકનો હેવાનિયતભર્યો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પાનો સંચાલક એક યુવતિને ખુબ જ ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યો છે. યુવતિને એટલો માર મારવામાં આવે છે કે અંતે તો તેના ઉભા થવાના પણ હોશ રહેતા નથી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગેલેક્સ સ્પાનો સંચાલક કોઈપણ કારણોસર યુવતિને ખુબ જ ક્રૂરતાપૂર્વક માર મારતો દેખાઈ રહ્યો છે. આ યુવતિને એક અન્ય શખ્સ બચાવવા પણ આવે છે પરંતુ તે છતાં સંચાલક તેના સામે દાદાગીરી કરીને યુવતિને મારવાનું ચાલું રાખે છે. આ દરમિયાન અનેક વખત ઘસેડીને સ્પામા લઈ જઈને પણ માર મારતો જોઈ શકાય છે.

આ પણ વાંચો- ભાજપે રણનીતિ બદલીઃ ચૂંટણી રાજ્યોમાં CM ફેસની જાહેરાત નહીં કરે, સામૂહિક નેતૃત્વ પર દાવ લગાવાશે

એક વાયરલ વીડિયોમાં ગેલેક્સ સ્પાના સંચાલકની દાદાગીરી ટેગલાઈન સાથે વીડિયો શેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવે છે. આવા સ્પામાં નેપાળ સહિતના અન્ય દેશની યુવતિઓને નોકરી ઉપર રાખીને તેમનું તમામ રીતે શોષણ કરવામાં આવે છે. જો તેઓ કોઈ ગ્રાહકને રાજી કરવા માટે તૈયાર ન થાય તો તેમના સાથે ક્રૂરતાપૂર્વકનો વ્યવહાર કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો કદાચ આનો લાઈવ ઉદાહરણ છે.

અમદાવાદમાં બિલાડીની ટોપની જેમ હજારોની સંખ્યામાં સ્પા ફૂટી નિકળ્યા છે. પોલીસની રહેમનજરના કારણે સ્પાની આડમાં છૂટથી દેહ વ્યાપાર થઈ રહ્યો છે. પોલીસ પણ આંખ આડા કાન કરી રહી છે. જોકે, ગેલેક્સ સ્પાના સંચાલકે કાયદાને હાથમાં લઈને યુવતિને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોની નીચે લોકોએ પોતાનો આક્રોશ ઠલવતા મોટી સંખ્યામાં કોમેન્ટ કરીને સ્પાના સંચાલકને કડકમાં કડક સજા કરીને જેલના સળીયા પાછળ ધકેલવાની ભલામણ પણ કરી રહ્યાં છે.

 આ પણ વાંચો- પાટણ: ગ્રામજનોએ દલિત વ્યક્તિ પાસેથી રાશન ન લેતા કલેક્ટરે રેશનકાર્ડ કરી આપ્યા ટ્રાન્સફર

એક તરફ દેશમાં મહિલાઓને સન્માન આપવાની વાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ખુલ્લેઆમ મહિલાઓ સાથે ક્રૂરતાપૂર્વકનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આ કેસમાં તો ગુજરાત સરકારના યુવા નેતા હર્ષ સંઘવીએ પોતે રૂચિ લઈને કાયદાને હાથમાં લેનારા સ્પા સંચાલક વિરૂદ્ધ કાયવાહી કરવી રહી. સ્વભાવિક છે કે, દેશમાં બંધારણે દેશવાસીઓને કાયદામાં રહીને મરજી મુજબ જીવન જીવવાની આઝાદી આપેલી છે. તેવામાં કાયદાને હાથમાં લેનારા લોકોને કાયદા થકી જ સજા કરવી જોઈએ.

વીડિયો જોવા માટે નીચેની લિંકને કોપી કરીને તમારા મોબાઈલના બ્રાઉઝરમાં ઓપન કરી શકો છો

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02kbL9EpDJn52LciKQS3wc5fTHyA8xwoSHWP4kSahFrZQjfDt4DntzpoeBGWo63vVRl&id=100043456182239&mibextid=Nif5oz