પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. સરકારે આખા રાજ્યને ‘ડિસ્ટર્બ્ડ એરિયા’ તરીકે જાહેર કર્યો છે. તંગદિલીને જોતા ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હિંસાની ઘટનાઓમાં ઘટાડો થયા બાદ સરકારે તાજેતરમાં 23 સપ્ટેમ્બરે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરી હતી.
મણિપુરના ગૃહ વિભાગ દ્વારા આજે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ રાજ્યપાલનો અભિપ્રાય છે કે વિવિધ ઉગ્રવાદી જૂથોના હિંસક ગતિવિધિઓને કારણે સમગ્ર મણિપુરમાં નાગરિક વહીવટને મદદ કરવા માટે સશસ્ત્ર દળોની જરુ છે. આમાં ઈમ્ફાલ, લેમ્ફેલ, સિટી, સિંગજામેઈ, સેકમાઈ, લામાસંગ, પટસોઈ, વાંગોઈ, પોરોમ્પટ, હેઈંગાંગ, લામલાઈ, ઇરિલબુંગ, લિમાખોંગ, થોબલ, બિષ્ણુપુર, નામ્બોલ, મોઈરાંગ, કાકચિંગ અને જીરીબામનો પણ સમાવેશ થાય છે. જોકે રાજ્યના 19 પોલીસ સ્ટેશનોમાં શાંતિ છે, જેને અશાંત વિસ્તારોથી દૂર રાખવામાં આવ્યા છે.
હકીકતમાં રાજ્યમાં બે લાપતા વિદ્યાર્થીઓના મોત બાદ સ્થિતિ ફરી તંગ બનવા લાગી છે. ઈમ્ફાલ શહેર અને ખીણના અન્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ હિંસક દેખાવો પર ઉતરી આવ્યા છે. હિંસાની કોઈ મોટી ઘટના બની નથી, પરંતુ મણિપુરમાં સ્થિતિ હજુ પણ તંગ છે. બુધવારે રાત્ર પણ ઈમ્ફાલના રસ્તો પર ભારે હંગામો દેખાયો હતો.