વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન GOOGLE 27 સપ્ટેમ્બર, બુધવારે તેનો 25મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યું છે. ગૂગલ દરેક મોટા પ્રસંગે ખાસ ડૂડલ તૈયાર કરે છે. આ વખતે પણ ગૂગલે તેની યાદોને અદ્દભુત બનાવવા માટે પોતાના લોંગોની જર્નીની વિશેષ જર્ની ડૂડલ દ્વારા શેર કરી છે.
જો તમે ગૂગલ સર્ચ અને તેની અન્ય સેવાઓનો ઉપયોગ કરો છો તો તમને આશ્ચર્ય થશે કે આખી દુનિયામાં વપરાતું ગૂગલ સર્ચ એન્જિન કેવી રીતે બન્યું અને કોણે બનાવ્યું?
સર્ચ એન્જિન ગૂગલ 1996માં લેરી પેજ અને સેર્ગેઈ બ્રિને એક સંશોધન પ્રોજેક્ટ દરમિયાન શરુ કર્યું હતું. તે સમયે લેરી પેજ અને સર્ગેઈ બ્રિન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં Ph.D.નો અભ્યાસ કરી રહ્યા હતા. બન્ને મિત્રોએ Google.stanford.edu સરનામે Backrub નામથી ઈન્ટરનેટ સર્ચ એન્જિન બનાવ્યું. બાદમાં તેનું નામ બદલીને ગૂગલ કરવામાં આવ્યું.
Google.com ડોમેન 15 સપ્ટેમ્બર 1995ના રોજ નોંધાયેલું હતું. જ્યારે ગૂગલ એક કંપની તરીકે 4 સપ્ટેમ્બર 1998ના રોજ રજિસ્ટર થયું હતું. ગૂગલ હાલમાં 150થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. અગાઉ ગૂગલનો જન્મદિવસ અલગ અલગ તારીખે ઉજવવામાં આવતો હતો. સૌથી પહેલા ગૂગલે 7મી સપ્ટેમ્બરે તેનો જન્મદિવસ ઉજવ્યો. તે પછી 8 સપ્ટેમ્બરે અને 26 સપ્ટેમ્બરે ગૂગલનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. 27 સપ્ટેમ્બરથી કંપનીએ તેના સર્ચ એન્જિન પર રેકોર્ડ સંખ્યામાં પેજ સર્ચ કર્યા છે. ત્યારથી લઈને અત્યાર સુધી કંપની આ દિવસે પોતાનો જન્મદિવસ ઉજવે છે.
સર્ચ એન્જિન ગૂગલની સ્થાપના 1998માં કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ લેરી પેજ અને સર્ગેઈ બ્રિન દ્વારા કરવામાં આવી હતી. લેરી પેજ અને સર્ગેઈ બ્રિને ગૂગલે તેને સત્તાવાર રીતે લોન્ચ કરતા પહેલા તેનું નામ બેકરુબ રાખ્યું હતું.
ભારતમાં પણ ગૂગલે સ્થાનિક સ્તરે પોતાની જાતને તૈયાર કરી છે અને તેમાં ઘણી ભાષાઓ ઉમેરી છે. આજે તમે લેપટોપ, કમ્પ્યૂટર અને મોબાઈલમાં ગૂગલનો ઉપયોગ કરી શકો છો. ગૂગલ કંપની ઓપરેટિંગ સિસ્ટમથી લઈને મોબાઈલ ડિવાઈસ સુધી બધું જ બનાવે છે.