એશિયન ગેમ્સ 2023: શૂટિંગમાં ભારતને Gold, અર્જુન-સરબજોત-શિવની ત્રિપુટીએ કમાલ કરી

એશિયન ગેમ્સના પાંચમા દિવસે ભારતે મજબૂત શરુઆત કરી છે. રોશિબિના દેવીએ વુશુમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી શૂટિંગ 10 મીટર એર ટ્રેક ટીમ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ મળ્યો છે. એશિયન ગેમ્સ 2023માં અત્યાર સુધીમાં ભારતે 6 ગોલ્ડ સહિત કુલ 24 મેડલ જીત્યા છે.

એશિયન ગેમ્સ 2023મા ભારતને છઠ્ઠો ગોલ્ડ મળ્યો છે. ભારતને આ મેડલ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મળ્યો છે. અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલે આ ગોલ્ડ ભારતને અપાવ્યો છે. ભારતીય ત્રિપુટીએ 1734 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ મળ્યો છે.

આજે એશિયન ગેમ્સમાં વુશુમાં મણિપુરની રોશિબિના દેવીને સિલ્વર મેડલ મળ્યો છે તો બેડમિન્ટનમાં પીવી સિંઘુએ પ્રથમ સિંગલ્સ મેચમાં આસાન વિજય મેળવ્યો હતો. ભારતીય શટલરે પ્રથમ મેચમાં 21-2, 21-3થી સમાપ્ત કરી હતી. ભારત 1-0થી આગળ છે.

તમને જણાવી દઈએ કે એશિયન ગેમ્સ 2023માં બુધવારના રોજ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. આ દિવસે ભારતને 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.