ડબ્બા ટ્રેડિંગના કિંગ અંગે અલ્પેશ ઠાકોરની સ્પષ્ટતા; કહ્યું- હું તો કંઇ જાણતો જ નથી

અલ્પેશ ઠાકોર- ગુજરાત ટાઈમ્સ24

જીગર પરમાર; ખેરાલુ: ભારતીય જનતા પાર્ટીની ટીકિટિ પર ગાંધીનગર દક્ષિણની સીટ પર 2022ની ચૂંટણી જીતીને વિધાનસભામાં આવેલા અલ્પેશ ઠાકોર પાછલા કેટલાક સમયથી સમાચારોથી દૂર બનેલા છે. 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી અલ્પેશ ઠાકોર સાઇલન્ટ રીતે પોતાના કામ કરી રહ્યાં છે. મીડિયામાં ચમક્યા વગર જ ચૂપચાપ પોતાનું કામ કરતાં નજરે પડી રહ્યાં છે. (અલ્પેશ ઠાકોર સાથે ડબ્બા ટ્રેડિંગના કિંગ એવા સેધાજી અને અનિલ સાથે મંચ શેર કરવા બાબતે અલપેશ ઠાકોરે સ્પષ્ટતા કરી છે કે, તેઓ આ બાબતે કંઇ જાણતા જ નથી. તેઓ કેમ્પના ઉદ્ધાટનમાં ગયા હતા પરંતુ તેઓ કોઈ જ સેધાજી કે અનિલને ઓળખતા નથી.)

જો કે, હાલમાં તેઓ ગુજરાત ક્ષત્રિય સેના દ્વારા શરૂ કરેલા એક સેવા કેમ્પમાં હાજરી આપવા ગયા હતા. આ કેમ્પ દ્વારા અંબાજી ચાલતા જતાં ભક્તોની સેવા કરવામાં આવી રહી છે. ઠાકોર સમાજના લોકો દ્વારા શરૂ કરેલા સેવા કેમ્પમાં અલ્પેશ ઠાકોર હાજરી આપે તે સ્વભાવિક છે. પરંતુ આ દરમિયાન તેઓ જે મંચ પર હાજરી આપવા ગયા હતા તે મંચ પર વિસનગરના ડબ્બા ટ્રેડિંગના કિંગ સેધાજી અને અનિલ પણ જોવા મળ્યા હતા.

જણાવી દઇએ કે, ઉત્તર ગુજરાતમાં સૌથી મોટા ડબ્બા ટ્રેડિંગના કિંગ તરીકે ઉભરીને સેધાજીનું નામ સામે આવી રહ્યું છે. ડબ્બા ટ્રેડિંગ કરીને તેને કરોડો રૂપિયાની મિલકત વસાવી લીધાની માહિતી પણ સામે આવી રહી છે. તે ઉપરાંત આ વિસ્તારમાં અનેક યુવાઓને ડબ્બા ટ્રેડિંગના દૂષણમાં લઈ જવામાં તેની મુખ્ય ભૂમિકા સામે આવી રહી છે. એક અઠવાડિયા પહેલા જ એક પોલીસ વહીવટદાર પણ સેધાજીની ગાડી લઈને ફરતો જોવા મળ્યો હતો. આમ પોલીસ સાથે પણ તેના મધુર સંબંધ હોવાના કારણે કાયદો તેના ગરદન સુધી પહોંચી શકી રહ્યો નથી.

આ પણ વાંચો-શું ગરીબ નાગરિકોએ, જજ, સરકારી વકીલ, IPS અધિકારીનો ત્રાસ-અન્યાય જ સહન કરવાનો?

હવે તે ભારતીય જનતા પાર્ટી અને તેમના જ સમાજના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે એક મંચ પર જોવા મળતા અવનવી ચર્ચાઓ શરૂ થઈ હતી. પરંતુ અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે, તેઓ આ બાબતે કંઇ પણ જાણતા નથી. જણાવી દઇએ કે, આ કેમ્પનું આયોજન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગરના પ્રમુખ લાલાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું છે. લાલાજી સાથે સેધાજીના ખુબ જ સારા સંબંધ હોવાની માહિતી પણ સામે આવી રહી છે. સોશિયલ મીડિયા ઉપર લાલાજી ઠાકોર સેધાજીને વ્યક્તિગત જન્મદિવસની શુભેચ્છા સુધી પાઠવે છે. આમ સેધાજી વિસનગર સહિતના વિસ્તારમાં એક મોટું નામ બની ગયું છે.

આ સેવા કેમ્પના મંચ પર સેધાજી પૈસાનો વરસાદ કરતો નજરે પડ્યો હતો. સોશિયલ મીડિયા પર રહેલા એક વીડિયોમાં જોવા મળે છે કે, સેધાજીના હાથમાં પૈસાના બંડલ છે અને તે ઉડાવી રહ્યો છે. તેની પાસે જ અનિલ પણ ઉભેલો નજરે પડી રહ્યો છે. પોતાનો દબદબો બનાવવા અને પોતાના વિરોધીઓને ચૂપ કરાવવા માટે સેધાજી-અનિલ ક્ષત્રિય સેના સહિત રાજકીય વર્ચસ્વ ધરાવતા લોકોનો ઉપયોગ કરવા માટે પૈસાનું પાણી કરવાનું પણ ચૂકતા નથી. જે વીડિયોથી છતું થઈ રહ્યું છે. આમ પોતાનો દબદબો દર્શાવવા માટે અલપેશ ઠાકોરની એન્ટ્રી સાથે-સાથે પોતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો.

સ્વભાવિક છે કે, કોઈ મોટા નેતા કે સેલિબ્રિટી કોઈ પોગ્રામમાં જતી હોય છે તો તેઓ તેમના ચાહકોને ફોટો પાડવાની ના પાડતા નથી. તેવી જ રીતે અલપેશ ઠાકોર સાથે પણ અનેક લોકોએ ફોટો પડાવ્યા હતા. અલ્પેશ ઠાકોરે અમારા પ્રતિનિધિત્વ પાસેથી ટેલિફોનિક વાતચીતમાં ડબ્બા ટ્રેડિંગ અંગેની પણ માહિતી મેળવી હતી.

આ પણ વાંચો- અંબાજી પગપાળા જતાં યુવકની સંદિગ્ધ હાલતમાં લાશ મળતા ખળભળાટ; પોલીસે શરૂ કરી તપાસ

જોકે, વર્તમાન સમયમાં પીએમઓ અને સીએઓના વ્યક્તિની ઓળખ આપીને કિરણ પટેલ જેવા ઠગ કરોડો રૂપિયાની ઠગાઇ કરવાના કિસ્સા આપણી સામે છે. તેવી જ રીતે પોતાનો દબદબો બનાવવા માટે સેધાજી અને અનિલ જેવા આરોપીઓ રાજકીય પ્રભુત્વ ધરાવતા લોકો સાથેના ફોટા અને વીડિયો વાયરલ કરી રહ્યાં છે.

તેથી જ તો હવે તો બીજેપીના દરેક નેતાઓ અન્ય લોકો સાથે સેલ્ફી લેવાનું પણ ટાળે છે. વિધાનસભામાં મંત્રીઓને મળવા આવતા મુલાકાતીઓ સાથે પણ હવે ફોટો પાડવાનું બીજેપી નેતાઓ ટાળી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, રાજકીય પ્રભુત્વ ધરાવતા લોકો સાથે ફોટા પડાવીને લોકો પોતાનો દબદબો બનાવીને પોતાના કામો પણ કઢાવી લેતા હોય છે. તો અંતે સ્પષ્ટતા નેતાઓને આપવી પડતી હોય છે.

જોકે, અહીં એક વાત તો સ્પષ્ટ છે કે, ડબ્બા કિંગ સેધાજીની પોલીસ અને રાજકીય નેતાઓ સુધીની પહોંચ એકદમ સરળ દેખાઈ રહી છે. તેવામાં સામાન્ય લોકોના માલ-મિલકતની રક્ષા કોણ કરશે? ઉલ્લેખનિય છે કે, સેધાજી-અનિલ પહેલા પણ મીડિયામાં ચમકી ચૂક્યા છે પરંતુ વિસનગર પોલીસે કોઈ જ પગલા ભર્યા નથી.

આ પણ વાંચો-કેનેડામાં ભારત વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે? નિજ્જરવાળા ગુરુદ્વારામાં દેખાયો મણિપુરનો અજાણ્યો માણસ