પરિવહન મંત્રાલય રસ્તાઓના નિર્માણમાં કચરાનો ઉપયોગ કરવાની નીતિને અંતિમ સ્વરુપ આપી રહ્યું છેઃ નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય માર્ગ નિર્માણમાં મ્યુનિસિપલ કચરાના ઉપયોગ માટે અંતિમ સ્વરુપ આપી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આના પર નીતિન ગડકરીએ વધુમાં કહ્યું કે, સરકાર બાંધકામ સાધનોના ઉત્પાદકોને ફોસિલ ફ્યૂઅલ ઉપયોગ ન કરવા માટે પ્રોત્સાહિત કરવા પર વિચાર કરી રહી છે.

અમે રસ્તાના નિર્માણમાં મ્યુનિસિપલ કચરાના ઉપયોગની નીતિને અંતિમ સ્વરુપ આપી રહ્યા છીએ, તેવું નીતિન ગડકરીએ જણાવ્યું હતું.
આના પર ગડકરીએ કહ્યું કે તેમના મંત્રાલયે પરિવહન ક્ષેત્રને ડીકાર્બોનાઈઝ કરવા માટે ઘણી પહેલ કરી છે અને સરકાર દિલ્હી અને જયપુર વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે વિકસાવવા પર પણ કામ કરી રહી છે.

ઈલેક્ટ્રિક હાઈવે વાહનો માટે ઈલેક્ટ્રિક ટ્રેક્શનને તે જ રીતે પરિપૂર્ણ કરે છે જે રીતે તે રેલવે માટે કરે છે. તે સ્વીડન અને નોર્વે જેવા દેશોની ટેકનોલોજી પર આધારિત છે. આમાં ઈલેક્ટ્રિક કેબલની જોગવાઈનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ વાહન દ્વારા કરી શકાય છે જે આ પ્રકારની તકનીકને પૂર્ણ કરે છે.

2 ઓક્ટોબરે ગાંધી જ્યંતીના અવસર પર કેન્દ્રીય પરિવહન મંત્રી પણ એક નીતિ લાવી રહ્યા છે, જેમાં દેશભરના કચરાનો રસ્તા બનાવવામાં ઉપયોગ કરવા માટે પોલિસી તૈયાર કરવામાં આવશે. જેના કારણે સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળશે. આ સાથે દિલ્હીમાં 65 હજાર કરોડ રુપિયાનું કામ થઈ રહ્યું છે જે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે.