રવીના ટંડને અક્ષયકુમારની બેવફાઈ પર બોલવાનું ટાળ્યું, કહ્યું – અમારો સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ટક્યો છે

રવીના ટંડન એકવાર અક્ષયકુમારને ડેટ કરતી હતી. તેમની રિયલ લાઈફ લવ સ્ટોરી 1994માં રિલીઝ થયેલી ફિલ્મ મોહરાથી શરુ થઈ હતી. કહેવાય છે કે વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. પરંતુ અક્ષયકુમારનું નામ અન્ય હીરોઈન સાથે જોડાવાને કારણે બ્રેકઅપ થયું હતું.

જોકે રવીના ટંડન જીવનમાં આગળ વધી ગઈ છે. જ્યારે તેણીએ પછીથી અનીલ થડાની સાથે જન્મજનમનો સાથ પસંદ કર્યો હવે તે અક્ષય કુમાર સાથે ફિલ્મ વેલકમ ટુ ધ જંગલમાં પણ કાર કરી રહી છે પરંતુ એવું નથી કે તે પોતાનો ભૂતકાળ અક્ષય સાથે લઈ જઈ રહી છે.

તાજેતરના ઈન્ટરવ્યૂમાં જ્યાર રવીનાને અક્ષય કુમારની બેવફાઈ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો તો અભિનેત્રીએ તેને ટાળવો યોગ્ય સમજ્યો.

ઈન્ટરવ્યૂમાં રવીની ટંડને એ પણ જણાવ્યું કે તે અને પતિ અનીલ થડાની ભૂતકાળના સંબંધો વિશે ક્યારેય વાત કરતા નથી. રવીનાએ આ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, દરેક સંબંધ માત્ર રોમાન્સ પર આધારિત નથી, પરંતુ તે વિશ્વાસ અને ઈમાનદારી પર પણ આધારિત છે.

જ્યારે અક્ષય કુમારની બેવફાઈ અને તેની સાથેના બ્રેકઅપ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રવીનાએ પહેલા મૌન સેવ્યું અને પછી કહ્યું કે તે આ વિશે વાત કરવાનું પસંદ કરશે નહીં, પછી તેણીએ કહ્યું કે દરેક સંબંધ માત્ર રોમેન્ટિક સંબંધો જ નહીં, વિશ્વાસ, પ્રેમ, પ્રામાણિકતા પર આધારિત છે. અને આ નિયમ જીવનના તમામ સંબંધોને લાગુ પડે છે.

એક રિપોર્ટ અનુસાર રવીના ટંડન અને અક્ષય કુમારે 1995માં એક ખાનગી સમારંભમાં સગાઈ કરી હતી પરંતુ અભિનેતાની બેવફાઈને કારણે તેમનો સંબંધ તૂટી ગયો હતો.