બ્રેકિંગ: ગુજરાત બીએસએફના આઈજી તરીકે દિપક ડામોરની નિયુક્તિ

ગાંધીનગર: ગુજરાત બીએસએફના આઈજી તરીકે દિપક ડામોરની નિયુક્તિ કરવામાં આવી છે. તો ગુજરાત બીએસએફના આઈપીએસ અધિકારી પિયુષ પટેલને ત્રિપુરાના આઈજી બનાવવામાં આવ્યા છે.

જણાવી દઇએ કે, 2001ની બેચના આઇપીએસ અધિકારી દીપક ડામોર મૂળ ગુજરાતના રહેવાસી છે. તામિલનાડુ કેડરના આઇપીએસ અધિકારીને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપી દેવામાં આવી છે. દિપક ડામોર પહેલા પણ ગુજરાત માટે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. ઉલ્લેખનિય છે કે, દિપક ડામોર અગાઉ ગુજરાત સીબીઆઈમાં પણ સેવા આપી ચૂક્યા છે.

આ પણ વાંચો-ભારતીય સેનાએ 400 હોવિત્ઝર તોપ ખરીદવા રક્ષા મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો