1લી ઓક્ટોબરથી ડિજિટલ સેવાઓ પૂરી પાડતી નેટફ્લિક્સ, સ્પોટીફાઈ, ગૂગલ, ફેસબૂક, હોટસ્ટાર, એક્સ જેવી વિદેશી કંપનીઓને કડક ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના નિયમોનું પાલન કરવું પડશે. આ કંપનીઓએ તેમની સેવાઓના હેતુને ધ્યાનમાં લીધા વિના 18 ટકાના દરે GST ચૂકવવો પડશે.
અત્યાર સુધી અનરજિસ્ટર્ડ જીએસડી હેઠળ કેન્દ્ર-રાજ્ય સરકારો અને સામાન્ય જનતા જેવા ગ્રાહકોને બિન-વ્યવસાયિક હેતુઓ માટે સેવાઓ પ્રદાન કરવા માટે વિદેશી કંપનીઓને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
સેન્ટ્ર્લ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ ક્સ્ટમ્સએ આ સંબંધમાં નવા નિયમોને નોટિફાઈ કર્યા છે. તે અનુસાર હવે ઓનલાઈન માહિતી અન ડેટાબેઝ અને રીટ્રાઈવલ સેવાઓ માટે કોઈ કર મુક્તિ રહેશે નહીં. આવી સર્વીસીસ પર પણ 1 ઓક્ટોબરથી ટેક્સ ભરવો પડશે. આ ઉપરાંત સીબીઆઈસીએ દરિયાઈ નૂર દ્વારા આયાત કરવામાં આવતા માલ પર 5 ટકા ઈન્ટિગ્રેટેડ જીએસટીમાંથી મુક્તિની સ્પષ્ટતા કરી છે.
ઓનલાઈન એજ્યુકેશન સર્વીસીસ સિવાય ગેમિંગ અને એડવર્ટાઈઝિંગને જેને પહેલા ઓઆઈડીએઆર સેવાઓના દાયરામાં બહાર રાખવાની દલીલ કરવામાં આવી હતી તેઓ હવે આ સર્વીસીસની સુધારેલી વ્યાખ્યાના દાયરામાં આવશે. આ સાથે તેમણે સર્વીસીસના બદલામાં 18 ટકાના દરે એકીકૃત જીએસટી ચૂકવવો પડશે. નિષ્ણાતોનું કહેવું છે કે ઓટીટી પ્લેટફોર્મ, સોશિયલ મિડિયા પ્લેટફોર્સ વગેરે ભારતીય ગ્રાહકો પાસેથી મોટી કમાણી કરી રહ્યા છે.