અમદાવાદ: નિર્માણાધીન બિલ્ડીંગમાં દુર્ઘટનાના પગલે ત્રણ શ્રમિકોના મોત

અમદાવાદ નિર્માણાધીન બિલ્ડીગનો સ્લેબ તૂટતા ત્રણ શ્રમિકના મોત- ગુજરાત ટાઈમ્સ

અમદાવાદમાં એક મોટી દુ:ખદ દુર્ઘટના સર્જાઈ છે જેમાં એક નિર્માણાધીન બિલ્ડિંગ સાઈટ પર પાલક તૂટતા ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા છે. શહેરના ઘુમા વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યાં છે.

આ દુર્ધટનાની વધુ વિગત મુજબ ઘુમા વિસ્તારમાં આવેલી ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના બની હતી. આ નિર્માણાધિન બિલ્ડિંગના 12માં માળે પાલક તૂટતા ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા, જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયની સારવાર કારગત નીવડે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા.

હાલ આ દુર્ઘટનાને પગલે ઘુમા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગત મુજબ આ ત્રણેય શ્રમિકો ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે જેના નામ સંદીપ, રાજુ અને અમિત છે.

આ પણ વાંચો-2000ની નોટ બદલવાનો આજે અંતિમ દિવસ છતાં હજુ 25 હજાર કરોડની નોટો જમા થઈ નથી