ચોંકાવનારો ખુલાસોઃ છેલ્લાં સાડા છ વર્ષમાં અમદાવાદ રેલવે સ્ટેશન પરથી 1736થી વધુ બાળકો અને તરુણો મળી આવ્યા

અમદાવાદ રેલવે સ્ટેશન પર દર વર્ષે 270થી 350 જેટલા ભટેકલા બાળકો મળી આવે છે. છેલ્લાં સાડા છ વર્ષમાં 1736થી વધુ બાળકો અને તરુણો અહીંના પ્લેટફોર્મ તથા ટ્રેનમાંથી મળી આવ્યા છે, જેમાં અંદાજે 70 ટકા છોકરા અને 30 ટકા છોકરીઓનો સમાવેશ થાય છે.

આ ચોંકાવનારા અહેવાલે ભારે ચકચાર ઊભી કરી છે. તરુણોની કુલ સંખ્યા 55 ટકા તો બહારના રાજ્યોમાંથી કામની લાલચમાં તથા પરાણે અહીં આવી પહોંચ્યા હોય તેવા બાળકોનો આંકડો હૃદયદ્રાવક છે.

સેન્ટર ફોર ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેટરના ઈમરાનભાઈએ એક ન્યૂઝ રિપોર્ટમાં જણાવ્યું કે, માત્ર ગુસ્સામાં જ નહીં, પરંતુ ભૂલથી પરિવાર તથા શાળામાં સજા મળશે તેવા ભયથી પણ કેટલાક કિશોર ઘર અને શાળાએથી ભાગી જાય છે. ઉપરાંત પ્રેમ સંબંધને કારણે અમુક તરુણો ઘરથી દૂર બીજા શહેરમાં ભાગીને રેલવે સ્ટેશને ભટકતા હોય છે.

હાલ જે અમદાવાદ રેલવે સ્ટેશન પર બાળકો આવે છે તેમાં મુખ્યત્વે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, નેપાળ, બાંગ્લાદેશ જેવા સ્થળોનો સમાવેશ થાય છે.

આમાંથી કેટલાક બાળકોની ટોળકીઓ બનાવી એક એક અઠવાડિયા માટે તેમને અમદાવાદ, સુરત, મુંબઈ સહિત જુદા જુદા સ્ટેશન ભીખ માંગવા અમુક તત્ત્વો દ્વારા મોકલી દેવાય છે. વર્ષ 2017થી 2023 દરમિયાન દેશના 24 રાજ્યોમાંથી તથા નેપાળ, બાંગ્લાદેશ સહિત કુલ 970થી વધુ બાળકો અમદાવાદ રેલવે સ્ટેશન પરથી શંકાસ્પદ રીતે મળી આવ્યા છે.

રેલવે સ્ટેશન પર ગભરાયેલી સ્થિતિમાં એકલા બેઠેલા બાળકો જોવા મળે ત્યારે તેઓ અંગે રેલવે પ્રોટેક્શન ફોર્, જીઆરપીના જવાનોને જાણ કરાતાં અનેક પાસાંઓ સામે આવે છે.