સિક્કિમમાં આવેલા અચાનક પૂરના કારણે સેનાના 23 જવાનો ગુમ

તિસ્તા નદીમાં પૂર

ગુવાહાટી: ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવતાં આર્મીના 23 જવાનો ગુમ થઇ ગયા છે. ગુવાહાટીમાં હાજર સેનાના જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે બીબીસીને આ ઘટનાની પુષ્ટિ કરી છે.

હાલમાં આ વિસ્તારમાં ગુમ થયેલા જવાનોની શોધખોળ માટે ઓપરેશન ચાલી રહ્યું છે અને મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.

સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ઉત્તર સિક્કિમના લાહોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાને કારણે લાચેન ઘાટી પાસે સ્થિત તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું. આ ઉપરાંત ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીની સપાટી અચાનક વધીને 15-20 ફૂટની ઉંચાઈએ પહોંચી ગઈ હતી.

જેના કારણે સિંગતમ નજીકના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનોને અસર થઈ હતી. પૂર બાદ બરડાંગમાં સેનાના 23 જવાનો ગુમ થયાના અહેવાલ છે અને કેટલાક વાહનો કાદવમાં ડૂબી ગયા હોવાના અહેવાલ છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.

તિસ્તા નદીમાં પૂર
તિસ્તા નદીમાં પૂર

તેમણે જણાવ્યું કે, “પૂર મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યે આવ્યું હતું.”

સેન્ટ્રલ વોટર કમિશન (CWC) તરફથી મળેલી માહિતી અનુસાર, ઉત્તર સિક્કિમના લાહનોટમાં સરોવરનું જળસ્તર મંગળવારે મધરાતે વધી ગયું હતું. તે CWC મેલી એફએફ સાઇટને પાર કરી ગયો હતો. આ પછી સવારે 6 વાગ્યે 227 મીટર માપવામાં આવ્યું જે ખતરાના સ્તરથી લગભગ 3 મીટર ઉપર પહોંચી ગયું હતું.

CWC અનુસાર, ભારત અને બાંગ્લાદેશ બંને માટે સવારે 6થી 2 વાગ્યા સુધી એક સાથે પૂરની આગાહી કરવામાં આવી હતી. જ્યારે ડોમોહાની એફએફ સ્ટેશન પર તિસ્તા નદી ચેતવણીના સ્તરથી નીચે વહી રહી છે. સવારે 6 વાગ્યે પાણીનું સ્તર 84.83 મીટર છે અને 6 કલાકની અંદર ચેતવણીના સ્તરને પાર કરે તેવી શક્યતા છે.

સિક્કિમ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ડી.આર.થાપાએ કહ્યું, “સંપત્તિઓને નુકસાન થયું છે. હું તમામ સંસ્થાઓને સિક્કિમને મદદ કરવા અપીલ કરું છું. મેં સવારે પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને ફરી પણ કરીશ.”

આ પણ વાંચો- ગુજરાતમાં કસ્ટોડીયલ ડેથ “સાર્વજનિક ચિંતાનો વિષય”: ગુજરાત રાજ્ય કાયદા કમિશન