ગાંધીનગર: ગુજરાતમાં કસ્ટડીમાં મોતની વધતી ઘટનાઓને “મોટી સાર્વજનિક ચિંતાનો વિષય” ગણાવતા ગુજરાત રાજ્ય કાયદા કમિશને (એસએલસી)એ હાલમાં જ રાજ્ય સરકારને અનેક સૂચનો આપતો એક રિપોર્ટ સોંપ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે 2021માં પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ નોંધાયેલા એકપણ કેસમાં સજા થઈ નથી.
જૂલાઈમાં સરકારને સોંપવામાં આવેલા રિપોર્ટમાં પંચે અધ્યક્ષ જસ્ટિસ (સેવાનિવૃત) એમબી શાહે પોલીસને બંધારણિય માળખાની અંદર કાર્ય કરવા માટે સંવેદનશીલ બનાવવા માટે અનેક રીતના સુધારાઓની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, આ સૂચનોમાં પોલીસ સ્ટેશનો અને જેલોમાં વીડિયો-ઓડિયો સક્ષમ સીસીટીવી કેમેરા સ્થાપિત કરીને પારદર્શિતાને પ્રોત્સાહન આપવું, પોતાના આધિકારિક પદનો દુરૂપયોગ કરનારા પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવી, કેદીઓની નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરવી અને કસ્ટડીમાં લેવામાં આવેલા લોકો પાસેથી પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયામાં વિશેષજ્ઞોવાળી વિશેષ પૂછપરછ ટીમ બનાવવાના સૂચનો સામેલ છે.
કસ્ટડીમાં મોતની અનિચ્છનિય ઘટનાઓના રોકથામ માટે કાયદા લાગૂ કરનારી એજન્સી પર “યોગ્ય નિયંત્રણના સૂચનો” શીર્ષકવાળો રિપોર્ટ રાજ્યના લેજિસ્લેટિવ અને સંસદીય બાબતોના વિભાગને સોંપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ શાહે આનાથી પહેલા ગોવામાં ગેરકાયદેસર ખનનની તપાસ માટે એક આયોગ અને બ્લેકમનીની તપાસ માટે એક સ્પેશ્યલ તપાસ ટીમનું નેતૃત્વ કર્યું છે.
આ પણ વાંચો- ઈટાલીના વેનિસમાં ભયાનક બસ અકસ્માત, 21ના ઘટના સ્થળે જ મોત અનેક ઘાયલ
પાછલા ફેબ્રુઆરી મહિનામાં ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં જણાવવામાં આવ્યું હતુ કે, 2017 અને 2022 વચ્ચે ગુજરાતમાં દેશભરમાં કસ્ટીમાં મોતના સૌથી વધારે 80 કેસ નોંધવામાં આવ્યા છે.
આયોગે પોતાના રિપોર્ટમાં વિભિન્ન પ્રકાશનોનો રિપોર્ટનો હવાલો આપ્યો છે, જે ગુજરાતમાં કસ્ટોડીયલ મોતની વધતી પ્રવૃતિનો સંકેત આપે છે. આમાં એનસીઆરબી ડેટા પર આધારિત ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યો છે. તે અનુસાર, ગુજરાતમાં 2021માં સતત બીજા વર્ષે હિરાસતમાં મોતના સૌથી વધારે 23 કેસ નોંધવામાં આવ્યા હતા. વર્ષ 2020માં આવા 15 કેસ નોંધાયા હતા, જેમાં 2021માં 53 ટકા વધારો થયો હતો.
કમિશને ‘NCRB – ક્રાઈમ ઇન ઈન્ડિયાઃ 2021’ રિપોર્ટમાંથી પોલીસકર્મીઓ વિરુદ્ધ કસ્ટોડિયલ ગુનાઓ અને ફરિયાદોનો પણ ઉલ્લેખ કર્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘2021માં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં (જોકે રિમાન્ડ પર ન હોવા છતાં) 22 લોકો મૃત્યુ પામ્યા હતા. 9 કેસમાં મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો, જ્યારે 11 કેસમાં ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સિવાય ચાર કેસ નોંધાયા હતા, જેમાંથી બે કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ સિવાય 12 પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 9 સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
તેમાં કહેવામાં આવ્યું છે કે રિમાન્ડમાં રહેલા વ્યક્તિઓમાં પોલીસ કસ્ટડી/લોક-અપમાં થયેલા મૃત્યુને લગતા ડેટા મુજબ, 2021માં ગુજરાતમાં કથિત રીતે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2021માં ગુજરાતમાં પોલીસ કસ્ટડી અથવા લોક-અપમાં કુલ 23 લોકોના મોત થયા છે.
પોલીસકર્મીઓ સામે નોંધાયેલા કેસોને ટાંકીને, કમિશને જણાવ્યું હતું કે 2021માં રાજ્યના પોલીસકર્મીઓ સામે નોંધાયેલા 209માંથી સાત કેસોને અદાલતો દ્વારા રદ/સ્થગિત કરવામાં આવ્યા હતા, જ્યારે પોલીસે 182 કેસોમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને 878 કેસોમાં અંતિમ આદેશો આપ્યા હતા. અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
કમિશને કહ્યું કે, ‘આ ખૂબ જ સાર્વજનિક ચિંતાનો વિષય છે કે ગુજરાતમાં કસ્ટોડિયલ મૃત્યુની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, જે ખૂબ જ ઘાતકી છે. પોલીસની કાર્યશૈલી પર મોટા પાયે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તે સ્વીકારવાની જરૂર છે, કારણ કે ઘણા પોલીસકર્મીઓ તેમની સત્તાનો દુરુપયોગ કરવા માટે પોતાની બધી જ કોશિશ કરી રહ્યાં છે.