ઈટાલીના વેનિસમાં ભયાનક બસ અકસ્માત, 21ના ઘટના સ્થળે જ મોત અનેક ઘાયલ

યુરોપિયન દેશ ઈટાલીમાં એક મોટો રોડ અકસ્માત થયો, જેમાં 21 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈટાલીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટના ઈટાલીના વેનિસ શહેરમાં બની હતી.

વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, વેનિસના મેયર લુઈગી બ્રુગનારોએ જણાવ્યું કે, મંગળવારે સાંજે વેનિસના મેસ્ત્રેમાં એક બસ પલટી ગઈ અને રેલવે ટ્રેક પાસે પટકાઈ અને તરત જ આગી લાગી ગઈ હતી. અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા, જ્યારે માત્ર 15 લોકોને જ જીવિત બચાવી શકાયા હતા.

પોલીસની મદદથી રેસ્ક્યુ ટીમે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે. જોકે હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયેલા છે અને તેમને બચાવવામાં આવી રહ્યા છએ. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

મેયર બ્રુગનારોએ ટ્વિટ કરી છે કે, તેમણે લોકોને મૃતકો માટે શોક રાખવા આગ્રહ કર્યો છે. આ અંગે કશું કહી શકાય તેમ નથી. યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન પણ મૃતકો માટે સંવેદના વ્યક્ત કરી છે. તેઓ ટ્વિટ કરી કે, હું દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોનું દુઃખ સમજી શકું છું. હું પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. દુઃખની આ ઘડીમાં હું ઈટાલીના રાષ્ટ્રપતિ મેટારેલા અને વડાપ્રધાન રાષ્ટ્રપતિ મેલોની સાથે છું.