હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ – બાલિસ્તાન અને મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગોમાં પાછું ફરી શકે છે.
ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નથી એટલે આવનાર દિવસોમાં વરસાદ નહીં થાય તેવું પણ હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટમાં જાણી શકાય છે.
આવનાર બે દિવસો દરમિયાન પશ્ચિમી મધ્યપ્રદેશના કેટલાક હિસ્સાઓ, રાજસ્થાનમાં છુટી છવાઈ જગ્યાએ તથા ગુજરાતમાં કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાઈ થઈ ચૂકી છે. પરંતુ હજુ પણ દક્ષિણ – પશ્ચિમ ઝારખંડ અને છતીસગઢમાં વાદળોની દબાણ જોવા મળી રહ્યું છે.
જેના કારણે ચોમાસાની સક્રિયા વધે તેવી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તર છતીસગઢ, પશ્ચિમ બંગાળ અને ગંગા તટના વિસ્તાર, બિહાર, ઝારખંડ, ઓડિશા, અસમ અને મેઘાલય, નાગા લેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના અલગ અલગ હિસ્તાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના અલગ અલગ હિસ્સામાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. આ વિસ્તારોમાં 115.6 મિમીથી 204.4 મિમી સુધી વરસાદનું અનુમાન છે. દેશના બાકીના હિસ્સાઓમાં હવામાન શુષ્ક રહેશે. કર્ણાટકના અલગ અલગ વિસ્તારમાં ભારે હવાની આગાહી કરાઈ છે.