અમદાવાદ: ફેશન ડીઝાઇનર માતાનો પુત્ર કેવી રીતે બન્યો ડ્રગ્સ માફિયા?

અમદાવાદ: આજની યુવા પેઢી સોશિયલ મિડીયા થકી ડ્રગ્સના દુષણમાં કે અન્ય રીતે પણ બરબાદ થતી હોય છે. જો કે ભણેલા ગણેલા સંતાનોના જ્યારે સોશિયલ મિડીયા પર સક્રિય થાય છે ત્યારે માતા પિતા ગર્વ લેતા હોય છે. પંરતુ, તેમના સંતાનો ખરેખર સોશિયલ મિડીયામાં શુ કરતા હોય છે? તે બાબત જાણવામાં રસ દાખવતા નથી. ત્યારે આ પ્રકારની બેદરકારી દાખવનાર માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે.

સનાથલમાં આવેલા એપલવુડ વિલામાં રહેતા કાપડના વેપારી અને ફેશન ડીઝાઇનર માતાનો પુત્ર ડ્રગ્સના રવાડે ચઢ્યા બાદ અમદાવાદનો ડ્ગ્સ માફિયા બની ગયો અને અન્ય એનઆરઆઇ યુવક એ હદે ડ્રગ્સનો બધાણી બન્યો કે તેને વિદેશથી આવતા ડ્રગ્સથી જ સંતોષ મળતો હતો.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે આવા જ એક મોટા ડ્રગ્સના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં હાઇબ્રીડ ગાંજા અને ચરસને લગતા એક પછી ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યા છે.જે અમદાવાદના સૌથી મોટો ડ્રગ્સ કૌભાંડ પૈકીનું એક કૌભાંડ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસઓજી શાખા પોલીસ ઇન્સ્પેક્ટર એન એચ સવસેટા અને તેમના સ્ટાફે થોડા દિવસ પહેલા રાતના સમયે લલીત બૈસ નામના યુવકને શંકાને આધારે પકડીને તેની પાસેથી રૂપિયા 10  લાખની કિંમતનું ચરસ અને હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો-જીવલેણ રૂપ ધારણ કરી રહ્યું છે વિશાલાથી સરખેજ વચ્ચેનું ટ્રાફિકજામ

જે અંગે પોલીસે વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચરસ અને હાઇબ્રીડ ગાંજો એપલવુડ વિલામાં રહેતા અર્ચિત અગ્રવાલે તેને ડીલેવરી કરવા માટે આપ્યો હતો. જેના આધારે પોલીસે અર્ચિત અગ્રવાલની પણ ધરપકડ કરી હતી. જેની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે તે અમદાવાદમાં સૌથી મોટુ ડ્રગ્સના નેટવર્ક ચલાવે છે.

આ ઉપરાંત, તેણે મંગાવેલા ચરસ પૈકીનો કેટલોક જથ્થો જયરાજ પટેલ (રહે.ઋષિકેષ એપાર્ટમેન્ટ, સુભાષ ચોક, ગુરૂકુળ)ને આપ્યો હતો. જેથી પોલીસે જયરાજ પટેલને 373 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત પોલીસે અર્ચિત અગ્રવાલ પાસેથી 10 લાખની કિંમતની મર્સિડીઝ કાર પણ જપ્ત કરી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા અમિત વસાવાએ વધુ માહિતી આપતા કહ્યું કે કે આ કેસમાં અમદાવાદમાં શહેરમા ચાલતા ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થશે.

આ માટે એસઓજીની ટીમ દ્વારા અર્ચિત અગ્રવાલની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા થોડા દિવસ પહેલા પોસ્ટ ઓફિસમાંથી કેેનેડા અને અમેરિકાથી આવતા ડ્ગ્સના પાર્સલ અંગેનો મોટો કેસ નોંધ્યો હતો. અર્ચિતની મોડસ ઓપરેન્ડી પણ વિદેશથી ડ્રગ્સ મંગાવવાની હોવાથી બંને કેસ એકબીજાને સંકળાયેલા છે.

જેથી આ અંગે ગ્રામ્ય પોલીસ અને સાયબર ક્રાઇમ સાથે તપાસ કરશે. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા થોડા દિવસ પહેલા પોસ્ટ ઓફિસમાંથી કેનેડા અને અમેરિકાથી આવતા ડ્ગ્સના પાર્સલ અંગેનો મોટો કેસ નોંધ્યો હતો. અર્ચિતની મોડસ ઓપરેન્ડી પણ વિદેશથી ડ્રગ્સ મંગાવવાની હોવાથી બંને કેસ એકબીજાને સંકળાયેલા છે. જેથી આ અંગે ગ્રામ્ય પોલીસ અને સાયબર ક્રાઇમ સાથે તપાસ કરશે.

આ પણ વાંચો-શું પોલીસની નિષ્ક્રિયતાના કારણે વધી ઓનલાઈન છેતરપિંડી? વધુ એક વ્યક્તિ સાથે 34 લાખનું ફ્રોડ