બનાસકાંઠા: અમીરગઢ પાસે રેલવેની ટક્કરથી દાદા-બે પૌત્રીઓના મોત

પાલનપુર: બનાસકાંઠાના કિડોતર પાસે ટ્રેનના અડફેટે આવતા એક વૃદ્ધા સહિત બે બાળકીઓના મોત નિપજ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, રેલવે ટ્રેક ઓળંગવા જતા દાદા અને બે પૌત્રી ટ્રેનની ચપેટમાં આવી ગયા હતા. આ બનાવ અમીરગઢ પાસે આવેલા કિડોતર નજીક બન્યું છે.

દાદા સાથે બંને પૌત્રીઓ ખેતરે જવા માટે નિકળ્યા હતા. પરંતુ અધવચ્ચે જ કાળ તેમને ભરખી ગયો હતો. અમીરગઢના કીડોતર નજીક રેલવે ટ્રેક ઓળંગવા જતા દાદા બે પોત્રીના મોતથી પરિવારમાં શોક છવાયો છે.

અકસ્માત મામલે પાલનપુર રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા.

અગાઉ પણ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે રેલવે પટરી ક્રોસ કરતા ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતના પગલે રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તાપસ હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ગામે મનોજ બજાણીયા નામનો 18 વર્ષનો યુવક રેલવે પટરી ક્રોસ કરી રહ્યો હતો, તે સમયે અચાનક પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો-‘ક્યાં છે પુરાવા?’ સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે પૂછ્યા પ્રશ્ન