જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે એનડીએ છોડવાની અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેઓએ કહ્યું કે જો તે ભવિષ્યમાં આવો કોઈ નિર્ણય લેશે તો તે તેની યોગ્ય જાહેરાત કરશે.
તમને જણાવી દઈએ કે એવી અફવા હતી કે કલ્યાણ TDPને સમર્થન આપવા માટે NDAમાંથી બહાર નીકળી જશે. આ ઉપરાંત તેમણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પર પણ આકરા પ્રહાકો કર્યા અને તેમને આગામી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી.
પવન કલ્યાણે ગુરુવારે કૃષ્ણ વારાહી યાત્રાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, એનડીએમાંથી બહાર આવતા પહેલાં હું મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી અને અન્ય YSRCP નેતાઓને સલાહ આપવા માંગુ છું. તમારે પાર્ટીનું ધ્યાન રાખવું જોઈએ. તમે ચૂંટણી પર ધ્યાન રાખો. તમે 175 બેઠકો કેવી રીતે જીતી શકો છો તે નક્કી કરો.
જ્યાં સુધી મારા એનડીએમાંથી બહાર આવવાની વાત છે, મારી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો નંબર છે. જો એનડીએથી અલગ થવાની વાત આવે છે તો હું પોતે જ તમને તેના વિશે જણાવીશ.
કલ્યાણે મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં સુશાસન અને વિકાસની જરુર છે. રાજ્યમાં ટીડીપી સરકારની જરુર છે. ટીડીપી એક મજબૂત પાર્ટી છે. પાર્ટીને યુવાનોની જરુર છે.